શહેરમાં રહેતા નાજાભાઇ ભીખાભાઈ બોહરીયા નામના વ્યક્તિએ મહેન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ માંથી હોમ લોન લીધી હતી જે હોમ લોનના હપ્તાની રકમ ચૂકવવા 91 232 નો ચેક આપેલ હતો જે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ ફાઇનાન્સ કંપની દ્વારા નાજાભાઇ બોહરીયા ને લીગલ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલો તેમજ ઉચ્ચ અદાલતના પ્રસ્થાપિત થયેલા ચુકાદાઓને ધ્યાને લઈ ન્યાયધીશ એમ જે શાહ દ્વારા આરોપી નાજાભાઇ ભીખાભાઈ બોહરીયા ને ચેક રિટર્ન કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષે યુવા એડવોકેટ દુર્ગેશ ધનકાણી, પ્રદીપ બોરીચ વિજય સીતાપરા વિવેક સોજીત્રા દિવ્યા બા વાળા સંજય કાટોડીયા અને ઘનશ્યામ શિરોડિયા રોકાયા હતા
રિલેટેડ ન્યૂઝ
-
ગોંડલના દરબારગઢ ચોકમાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળ્યો
પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ ગોંડલ નાં મોટી બજાર દરબારગઢ ચોક માંથી અંદાજે 70 વર્ષ નાં વૃધ્ધ... -
રાજકોટની મધ્યસ્થ જેલનો કેદી પેરોલ પર છૂટયા બાદ થયો ફરાર
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ઇસમ સામે કમલાબાગ પોલીસમથકમાં નોંધાયો નોનકોગ્નીઝેબલ ગુન્હો પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને... -
સિંગતેલના ભાવમાં રૂ.10નો ઘટાડો
સિંગતેલના ભાવમાં રૂ.10નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ...
