વ્યંડળોની લડાઈમાં વધુ એક ગુનો નોંધાતા પોલીસ ફરિયાદ
રાજકોટમાં કિન્નરો વચ્ચે ચાલતી વર્ચસ્વની લડાઈમાં બે દિવસ પહેલાં સાત કિન્નરોએ એકીસાથે ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હવે રાજકોટ અખાડાના મીરાંદેએશિષ્ય નિકિતા માસી અને સંગીતા ઉર્ફે રાજિયા સામે ફોનમાં જાનથી મારી નાખવાના આરોપ મૂકતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ અખાડાના ગાદીપતિ મીરાંદે કંચનદે(ઉ.વ.30, રહે. એકતા સોસાયટી, જામનગર રોડ પર પરાપીપળિયા) એ આરોપી તરીકે નિકિતા માસી અને સંગીતા ઉર્ફે રાજિયા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું તુક. કે, અખાડાના નિયમ મુજબ કોઈ શિષ્ય તરીકે સામેલ થાય ત્યારે રાજીખુશીથી અમારી સાથે જોડાય છે. તેવું સ્ટેમ્પ ઉપર લખાણ કરવામાં આવે છે. પરંતુ નિકિતા માસીની ખોટી ટેવના કારણે તેને છેલ્લા પાંચ માસથી અખાડામાંથી કાઢી મૂકેલ જેથી તે રાજકોટમાં ભિક્ષાવૃત્તિ કરી શકે નહીં. આમ છતાં મીરાંદેના અખાડાનું કાર્ડ બતાવીને ભિક્ષાવૃત્તિનું કામ કરતા હોય જેને લઈને નહીં કરવા જણાવ્યું હતું. જેનો ખાર રાખીને ગત તા.27ના નિકિતા માસીનો મીરાંદે ઉપર ફોન આવેલો અને ઝઘડો કરીને ધમકી આપેલ કે, હું રાજકોટમાં ભિક્ષાવૃત્તિ કરીશ તારાથી થાય તે કરી લે જે બાબતે ઝઘડો કર્યા બાદ તેની સાથે રહેલ સંગીતા ઉર્ફે રાજિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
