રાજકોટમાં વધુ બે વેપારીની રર લાખની ચાંદી લઈ બંગાળી કારીગર નાસી છૂટ્યો

છ મહિના સુધી વેપારી સાથે કામ કરી ધુમ્બો માર્યાની ફરિયાદ

મવડી ગામ પાસે આલાપ રોયલ પામમાં રહેતાં અને કુવાડવા રોડ પર આદિયોગી સિલ્વર નામે કારખાનું ધરાવતાં દર્શિલભાઈ કીરીટભાઈ વોરા(ઉ.વ.30) સહિત બે વેપારી પાસેથી 22.53 લાખનું ચાંદી પોલીશ કરવા લઈ ગયા બાદ રેજારુલ રૈયજુદીન શેખ (ઉં.વ.26 રહે.કુવાડવા રોડ, મૂળ પ.બંગાળ)એ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
દર્શીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.20/11 નાં બપોરના મારા કારખાને રેજારુલ રૈયજુદીન શેખ નામનો વ્યક્તિ ચાંદી પોલીસકામ કરવા માટે લઈ ગયેલ હોય અને આ વ્યક્તિ છેલ્લા છ મહીનાથી મારા કારખાનેથી ચાંદી પોલીસકામ કરવા માટે લઈ જતો હોય અને ટાઈમ ટુ ટાઈમ ચાંદી પોલીસકામ કરી પરત આપી જતો હોય પરંતુ આ વ્યક્તિ ગઇ તા.20/11ના રોજ બપોરના આશરે એક વાગ્યની આસ પાસ મારા કારખાનેથી નવ કીલ્લો અને સાતસો ગ્રામ જે 82 ટચનુ ચાંદી લઇ ગયેલ હોય જેનુ શુદ્ધ ચાંદી સાત કિલ્લો નવસો ગ્રામ ગણાય જેની કિ.રૂ. 12,53,832/- જેટલી ગણાય જે પોલીસકામ કરવા લઈ ગયેલ હોય જે બાદ ત્રણ દિવસ પછી કામ પરત આપવા આવેલ નહી.
જેથી મે તેઓને કોલ કરેલ પરંતુ તેનો ફોન બંધ આવતો હોય જેથી હુ તેમના ઘરે ગયેલ અને તપાસ કરેલ પરંતુ ત્યાં મળી આવેલ નહી અને આજુ-બાજુમાં પુછતા મકાન માલીક દ્વારા જાણવા મળેલ કે તે અવાર નવાર બહાર જતો રહેતો હોય જેથી તે ક્યા ગયેલ છે તેની કોઈ જાણ નથી તેવુ મને જાણવા મળેલ બાદમા બીજા દિવસે ત્યાં જઈને તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહી જે બાદ અમારા વેપારી મંડળને જાણ કરતા મને જાણવા મળેલ કે ગઇ તા.20/11ના રોજ અન્ય એક વેપારી જેમીનભાઈ વિનોદભાઈ સોરઠીયાનુ પણ આ રેજારુલ નામનો વ્યક્તી સાત કિલ્લો ત્રણસો અઠાવન ગ્રામ જેટલું શુધ્ધ ચાંદી જેની કિ.રૂ.11,00000/-જેટલી ગણાય જે શુધ્ધ ચાંદી લઇ ગયો હતો.આમ આ શખ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ