ઓવર ક્રાઉડના કારણે લોકો ધક્કે ચઢ્યા, કલાકારોએ તાત્કાલિક કાર્યક્રમ પડતો મુક્યો
ગુજરાતી ફિલ્મ ’લાલો કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો આજે (2 ડિસેમ્બર 2025) સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓવર ક્રાઉડના કારણે અનેક બાળકો ફસાયા હતા. આ દરમિયાન એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. મોલની ઇલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર)ના પગથિયે બાળકી પટકાઈ હતી. બે વ્યક્તિએ દેબદૂત બની બાળકીનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, વધુ કોઇ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈ કલાકારોએ ચાલતી પકડી હતી. ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન સમયે અફરાતફરીનો માહોલ
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ’લાલો કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહાદ ગોસ્વામી સહિતની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. જોકે, આ દરમિયાન કલાકારો સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ક્રિસ્ટલ મોલમાં વિવિધ માળ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોલમાં ઓવર ક્રાઉડના કારમે અનેક બાળકો ભીડમાં ફસાયા હતા અને ધક્કામુકીમાં નીચે પટકાયા હતા. આ ગંભીર ઘટનામાં એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ઓવર ક્રાઉડના દબાણને કારણે બાળકી મોલની એસ્કેલેટર (ઇલેક્ટ્રિક સીડી)ના પગથિયા પર જોરથી પટકાય છે. જો સમયસર કોઈએ મદદ ન કરી હોત તો બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોત અથવા તો તેનો જીવ પણ જઈ શક્યો હતો. જોકે, આ સમયે સદભાગ્યે ત્યાં હાજર બે વ્યક્તિઓ દેવદૂત બનીને બાળકીની મદદે આવ્યા હતા અને સમયસૂચકતા વાપરીને બંનેએ બાળકીનો હાથ પકડી તાત્કાલિક ભીડમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી.
જોકે, આ ઘટનામાં અનેક નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના વીડિયો સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આયોજકો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા.
તો બીજી તરફ ફિલ્મ ’લાલો’ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ પણ અફરાતફરીનો માહોલ જોતાં તાત્કાલિક કાર્યક્રમ પડતો મુક્યો હતો. વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈને કલાકારોએ તાત્કાલિક મોલમાંથી વિદાય લીધી હતી અને આ કલાકારોએ રાજકોટમાં પોતાના પ્રમોશનનો કાર્યક્રમ ટૂંકાવ્યો હતો.
લોકોએ આયોજકો સામે રોષ વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મોલમાં હાજર લોકોએ આયોજકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોને જોવા માટે તેનો જે ઉત્સાહ હતો તે વ્યવસ્થાના અભાવે ભયમાં ફેરવાઈ ગયો હતો. આ પ્રકારના મોટા કાર્યક્રમોમાં પોલીસ બંદોબસ્તની સાથે જ સ્વયંસેવકોની પૂરતી સંખ્યા હોવી અનિવાર્ય છે, જેનો અહીં અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થાય તેવી માંગ લોકોએ કરી હતી.
આ દરમિયાન મોલમાં હાજર લોકોએ આયોજકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોને જોવા માટે તેનો જે ઉત્સાહ હતો તે વ્યવસ્થાના અભાવે ભયમાં ફેરવાઈ ગયો હતો. આ પ્રકારના મોટા કાર્યક્રમોમાં પોલીસ બંદોબસ્તની સાથે જ સ્વયંસેવકોની પૂરતી સંખ્યા હોવી અનિવાર્ય છે, જેનો અહીં અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થાય તેવી માંગ લોકોએ કરી હતી.
