દિવ્યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં મોખરે

રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થશે : એવોર્ડ સ્વીકારવા કલેક્ટર દિલ્હી રવાના

દિવ્યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરી અને તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાની બાબતમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન કરવામાં આવશે. એવોર્ડ સ્વીકારવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે. વહીવટી તંત્ર દ્વારા મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં દિવ્યાંગોને ઘરઆંગણે સુવિધા મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તે હેતુથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લામાં કુલ 27 જેટલા મેગા કેમ્પો યોજવામાં આવ્યા હતા.આ કેમ્પોમાં 2454 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. તંત્ર દ્વારા કુલ રૂૂ. 3.50 કરોડના સાધનો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને જરૂૂરિયાત મુજબના 4314 વિવિધ સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. યોજનાકીય લાભોની આંકડાકીય વિગત મુજબ આ કેમ્પો માત્ર સાધન વિતરણ પૂરતા સીમિત ન રહેતા, દિવ્યાંગોને અન્ય સરકારી લાભો પણ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા ઞઉઈંઉ કાર્ડ: 1711 લાભાર્થીઓ, આભા કાર્ડ (અઇઇંઅ ઈફમિ): 302 લાભાર્થીઓ, ઙખઉંઅઢ (આયુષ્માન) કાર્ડ: 266 લાભાર્થીઓ અન્ય વિવિધ યોજનાઓ: 742 લાભાર્થીઓ, 27 દિવ્યાંગ સહાય કેમ્પો, 3.50 કરોડની કુલ સાધન સહાય, 4314 સાધનોનું વિતરણ,1711 દિવ્યાંગોને ઞઉઈંઉ કાર્ડ ઇશ્ર્યુ કરાયા હતા.

રિલેટેડ ન્યૂઝ