અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ
તારીખ 01-12-2025 ના રોજ વિશ્ર્વ એઇડ્સ દિવસ મનાવવામાં આવે છે, જેનો 2025 નું સૂત્ર ’એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવવા, અવરોધોને દૂર કરવા. આ સૂત્ર ને સાકાર કરવા આર.ડી.એન.પી. સંસ્થા દ્વારા ’સિગ્નેચર કેમ્પેન, જન જાગૃતિ રેલી તેમજ ’રેડ રિબન કાર્યક્રમ યોજવામાં આવેલ.
તારીખ 01-12-2025 ના રોજ સવારે 8 વાગ્યે જીલ્લા પંચાયત ઓફીસ પર આર.ડી.એન.પી. ના 80 લાભાર્થી, જીલ્લા પંચાયત સ્ટાફ, ઉઅઙઈઞ સ્ટાફ, અછઝ સ્ટાફ, અરુણભાઈ દવે-એઇડ્સ પ્રિવેન્શન ક્લબ, લક્ષ્ય ટ્રસ્ટ, નવજીવન ટ્રસ્ટ, ઝઈં પ્રોજેક્ટ, ઈંઈઝઈ સ્ટાફ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સીઝગ્નેચર કેમ્પેન યોજવામાં આવેલ. ત્યારબાદ પ્રવિણાબેન રંગાણી-પ્રમુખ-જીલ્લા પંચાયત, ડો. ફુલમાળી સર- ઈઉઇંઘ, કે.પી. સીંહ દ્વારા ગ્રીન ઝંડી બતાવી જન જાગૃતિ રેલી યોજવામાં આવેલ. આ રેલીની પ્રારંભ જીલ્લા પંચાયત ઓફીસથી ઉઅઙઈઞ ઓફીસ સુધી યોજવામાં આવેલ જેમાં ટોટલ 400 જેટલા વ્યક્તિ ઓ હાજર રહેલ. આ રેલી દ્વારા સામાન્ય જનતામાં એચ.આઈ.વી./એઇડ્સ અંગે અવેરનેસ લાવવા નારા લગાડવામાં આવેલ. આમ જનતા સુધી અવાજ પહોંચાડવામાં આવેલ. ત્યારબાદ મામલતદાર ઓફીસ ના દરેક કર્મચારીને રેડ રિબન બાંધી એચ.આઈ.વી./એઇડ્સ અંગે જાગૃતતા સંદેશ આપેલ. જેમાં ડેપ્યુટી મામલતદાર, પ્રાંત અધિકારી સહીત અનેક અધિકારીને રેડ રિબન બાંધેલ.
