કાલે ઓશો ઘ્યાન મંદીરે શિબિર સન્યાસ ઉત્સવ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર છેલ્લા 40 વર્ષથી અવાર નવાર કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે જેનુ સંચાલન સ્વામિ સત્ય પ્રકાશકરી રહયા છે. આગામી તા. 4 ને ગુરુવારનાં રોજ પુનમ નિમીતે હર પુનમ થી માફક સાંજે 4 થી રાત્રીનાં 8.30 દરમ્યાન ઓશો ધ્યાન શિબીરનુ આયોજન કરેલ છે. શિબિર દરમ્યાન ઓશોનાં વિવિધ ધ્યાન પ્રયોગો, ઓશો હાર્ટ ડાન્સ , અભ્યાસ ઉત્સવ, સંધ્યા ત્સંગ ઓશોની અમૃત વાણી શિબીર બાદ રાત્રે 8.30 વાગ્યે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ છે. મહા પ્રસાદ બાદ રાત્રે 9 વાગ્યે સ્વામિ આનંદતીર્થ દ્વારા સંતવાણીનાં કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા તેમનાં સાથી કલાકારો ગૌતમભાઇ મકવાણા, બળવંતસિંહ રાઠોડ, કાળુભાઇ મકવાણા, વિનોદભાઇ કલોલા, અજયભાઇ નીભાવત, શામજી ડોડીયા, અરવિંદભાઇ જેઠવા, રાજુભાઇ પંડયા, વિજયભાઇ પાઠક, જય પાઠક, મહેન્દ્રભાઇ અગ્રાવત, રાજુભાઇ અગ્રાવત, દેશભાઇ ગઢવી, સ્વામિ જગદીશ ભારતી ગંગદાસભાઇ ભંડેરી , ઘનશ્યામભાઇ, ધીરુભાઇ મહેતા વગેરે કલાકારો દ્વારા વિવિધ સંતો મહંતોની વાણી રજુ કરી લોકોને ભકિતમા તરબોળ કરશે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાનમંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે 4 વૈદવાડી ડી માર્ટ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે. વિશેષ માહીતી તથા શિબિરમા સહભાગીતા માટે એસએમએસ દ્વારા થાય નોંધણી કઢાવવા માટે સ્વામિ સત્ય પ્રકાશ 9427254276 સ્વામિ પ્રેમ મુસાફીર (વિજયભાઇ ભુવા ) 9328520593 સ્વામિ સંજીવ રાઠોડ 9824886070 પર સંપર્ક કરવો.

રિલેટેડ ન્યૂઝ