રાજકોટમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

પરિણીતાએ કોસ્ટિક સોડા પી લેતા તબિયત લથડી

શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામ વિસ્તારમાં રહેતા રમેશભાઇ ધનજીભાઇ લુંભાણી નામનો 43 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા યુવકનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં સંતકબિર રોડ ઉપર આવેલ ગોકુલનગરમાં રહેતી ધારાબેન રાજેશભાઇ પરમાર નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણોસર પ્રોસ્ટીક સોડા પી લીધી હતી. પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ