ગાંધીનગર રેલવે સ્ટેશન પર રાજકોટનો યુવાન ટ્રેનમાંથી ઉતરતી વખતે ગબડી પડતા ઘવાયો

રાજકોટનાં કણકોટ ગામે રહેતા મનોજ હીરાભાઈ ગોહેલ નામનો 30 વર્ષનો યુવાન ગઇકાલે સવારનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા ગાંધીનગર રેલવે સ્ટેશન પર હતો ત્યારે ટ્રેનમાથી ઉતરતી વખતે ગબડી પડયો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે ગાંધીનગર બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા મનોજભાઇ ગોહેલની પુત્રી બીંદીયાબેન પંજાબ રહે છે અને તેને મુકવા માટે મનોજભાઇ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ગયા હતા જયા પુત્રીને બેસાડવા ટ્રેનમા ચડયા હતા. તે દરમ્યાન ટ્રેન ચાલુ થઇ જતા મનોજભાઇ ઉતાવળે નીચે ઉતરતી વખતે ગબડી પડયા હોવાનુ જાણવા મળ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ