સિંગતેલના ભાવમાં રૂ.10નો ઘટાડો

સિંગતેલના ભાવમાં રૂ.10નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં પ્રમાણમાં વધારો થયો છે.
મગફળી
મગફળી બજારમાં આવક અને ભાવમાં વધારો જોવા મળ્યો છે. જૂનાગઢમાં 7,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 23,000, જી 10 26,800, જી20 26,800 અને ટીજે 37 28,000 ઉપર જણાતા હતા. જ્યારે સિંગખોળ રૂ. 27,500 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સિંગતેલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો છે. જ્યારે કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવમાં સ્થિર રહેતા 15 કિગ્રા ટીન 2520 – 2570, 15 કિગ્રા લેબલ ટીન 2470 – 2520, 15 લીટર નવા ટીન 2340 – 2390, 15 લીટર લેબલ ટીન 2270 – 2340 ઉપર હતા. સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2210- 2260, 15 કિગ્રા જુના ટીન 2110- 2160, 15 લીટર નવા ટીન 2110 – 2140, 15 લીટર જુના ટીન 2200 – 2250 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 1900 – 1910, પામોલિન તેલ રૂ. 1980 – 1985, કોપરેલ 5200 – 5300, દિવેલ 2330 – 2360, કોર્ન 1910 – 1930, મસ્ટર્ડ ઓઇલ 2400 – 2430 અને સન ફલાવરના ભાવ 2115 – 2135 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિવેલના ભાવ 1392 – 1402 ઉપર નોંધાયા છે. એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 1700 થી 1800 ગુણીની આવક હતી જેના ભાવ 1280 થી 1356 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 24000 થી 25000 ગુણીની આવક હતી જેના ભાવ 1330 થી 1365 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1385, કડી 1375, કંડલા 1370, શાપુર 1360- 1365 અને ગિરનારના ભાવ 1365 – 1370 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ