પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા ઇસમ સામે કમલાબાગ પોલીસમથકમાં નોંધાયો નોનકોગ્નીઝેબલ ગુન્હો
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપતા કેદીને પેરોલ પર છોડવામાં આવ્યા બાદ ફરાર થઇ જતા કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ મધ્યસ્થ જેલ કચેરી ખાતે ફરજ બજાવતા કે.જી. સીસોદીયાએ પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે એન.સી. કેસ અને પ્રીઝન એકટની કલમ મુજબ એવુ જાહેર કર્યુ છે કે પોરબંદરના છાયામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર પાસે રહેતો સંદિપ રતિગર મેઘનાથી રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે રહેતો હતો અને ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ તેને પેરોલ રજા પર મુકત કરવામાં આવ્યો હતો. તા. 4-11-2025થી સાત દિવસની રજા પર જેલમુકત કરવામાં આવ્યા બાદ તા. 12-11ના સંદિપ મેઘનાથીને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતુ પરંતુ હજુ સુધી હાજર નહી થતા ફરાર થઇ ગયેલા આ ઇસમ સામે ગુન્હો દાખલ થતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
