પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ
ગોંડલ નાં મોટી બજાર દરબારગઢ ચોક માંથી અંદાજે 70 વર્ષ નાં વૃધ્ધ પુરુષ નો મૃતદેહ મળી આવતા એ’ડીવીઝન પોલીસે સિવિલ હોસ્પિટલ રાજકોટ કોલ્ડ સ્ટોરેજ ખાતે ખસેડી મૃતક નાં વાલી વારસ ની શોધખોળ હાથ ધરી છે. મૃતક વૃધ્ધ બે દિવસ પહેલા તા.2 નાં રોજ મળી આવેલ હોય જેના શરીરે લીલા કરલનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ નું પેન્ટ પહેરેલ છે. તેમનાં વાલીવારસ તેમજ સગા સંબંધીઓ એ ગોંડલ એ’ડીવીઝન પો.સ્ટે.નો સપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
