પછાત વર્ગ કર્મચારી મંડળ (મનપા) દ્વારા આજે સાવિત્રીબાઈ ફૂલેની જયંતિની ઉજવણી કરાશે

મહિલા સશક્તિકરણ આશય સાથે આગામી તા.03/01/20સ્ક ના રોજ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો 194મી જન્મ જયંતી દિવસ છે. આ પ્રસંગ નિમિતે પછાત વર્ગ મ્યુનીસીપલ કર્મચારી મંડળ, રાજકોટ દ્વારા તા.03/01/2026, શનિવાર નાં રોજ જ્યોતિબા ફૂલે ની પ્રતિમા, જયુબેલી બાગ, રાજકોટ ખાતે સાંજ નાં 6 કલાકે જન્મ જયંતી ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
ભારતના પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો તા.03/01/1831માં ખંડાલા પાસે સતારા જીલ્લામાં થયો હતો. સને 1840 માં નવ વર્ષની ઉંમરે તેમના લગ્ન સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલે સાથે થયેલા. જેઓ આધુનિક વિચારસરણી ધરાવતા સાવિત્રીબાઈને શિક્ષણ મેળવવાની હિમાયત કરી હતી. તેમની 18મી સદીમાં સ્ત્રીઓને માત્ર પુતળી સમજીને ઉપયોગ કરવામાં અને ચૂલો-ચોકો કરવામાં સમાજ માનતો. શાળાએ જવું તો બાજુએ પણ મહિલાએ શિક્ષણનો વિચાર કરવો એ પણ સજાને પાત્ર હતું જે જમાનામાં સાવિત્રીબાઈ ફૂલેને ભણતર (શિક્ષણ)નું મહત્વ સમજાયું હતું તે સમય અંધકાર યુગના સમયમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
સાવિત્રીબાઈ ફૂલે માટે આ કામ ખુબ અઘરું થઇ પડયું એટલું જ નહિ પરંતુ પ્રથમ મહિલા સ્કુલ ખોલવાના વિચારના પ્રચાર માટે તેમને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી. આમ સમાજ સામે લડતા લડતા ભારતીય સમાજમાં સ્ત્રીઓ પર જે બેડીઓ લાદવામાં આવી હતી તેને ફગાવીને ઈ.સ.1844માં મુંબઈ પાસે ભીન્દેવાડામાં સ્ત્રીઓ માટે શાળા શરૂ કરી, આ ભારતની પ્રથમ ગર્લ્સ હાઇસ્કુલ બની, અને સાવિત્રીબાઈ ફૂલે તેના પ્રિન્સીપાલ બન્યા અને આધુનિક ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા હતા. આમ આજે મહિલાઓએ શિક્ષણ હરણફાળ ભરી છે તેના દ્વાર ખોલવાનો શ્રેય સાવિત્રીબાઈ ફૂલે અને તેમના પતિ જ્યોતિરાવ ફૂલેના સંઘર્ષ અને અથાગ પ્રયત્નોનો સિંહ ફાળો છે.

રિલેટેડ ન્યૂઝ