Jai Hind

ગોંડલમાં સાસરીયાના ત્રાસથી કોર્ટ પરિસરમાં પરિણીતાએ ફિનાઈલ પીધું

સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ

ગોંડલ ની જુની કોર્ટ બિલ્ડીંગ માં બપોર નાં સુમારે મહીલાએ ફીનાઇલ ગટગટાવી રોડ પર આવી પડી જતા લોકોનાં ટોળા એકઠા થયા હતા.બાદ માં એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડાઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ મુળ નાની મેંગણીનાં અને હાલ શાપર રહેતા પુજાબેન ખીમજીભાઈ સોલંકીએ સાસરીયાના ત્રાસના કારણે જુની કોર્ટ પરિસરમાં ફીનાઈલ ગટગટાવી લેતાં કોળી યુવા ગૃપની એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી
લોધીકાના પીપરડી ગામે સાસરૂ ધરાવતા પુજાબેન ભરતભાઈ પરમાર ને આશરે સાત વર્ષની પુત્રી હોય સાસરીયા ના ત્રાસના કારણે પોતાના માવતરે મુળ નાની મેંગણી હાલ શાપર છેલ્લા ધણાસમયથી રહેતા આજે સવારે કોર્ટ કેસની તારીખ હોય પિતા પુત્રી સાથે ગોંડલ આવ્યાં હતાં પરંતુ અચાનક જુની કોર્ટ પરિસરમાં જઈ પૂજાબેને ફીનાઇલ પી લીધુ હતુ.