ઉમિયા, મેહુલ અને જેનિસ મોબાઇલ સહિતના શો રૂમોમાં તપાસ
પોલીસ અને જીએસટી અધિકારીઓનો કાફલો તપાસ માટે આવી પહોંચતા વેપારીઓમાં ફફડાટ : કરચોરીના શંકાસ્પદ વ્યવહારોને લઇને જીએસટી દ્વારા કાર્યવાહી
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટમાં આજે GST વિભાગ દ્વારા મોબાઈલ વિક્રેતાઓ પર મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના એસ્ટ્રોન ચોક સ્થિત જાણીતા ઉમિયા મોબાઈલ સહીતના મોબાઈલ શોરૂમ્સ પર સેન્ટ્રલ GST વિભાગની ટીમોએ અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાર્યવાહીમાં ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલીકોમ અને ઓપો સ્ટોર જેવા પ્રતિષ્ઠિત એકમોનો સમાવેશ થાય છે. રવિવારે રજાના દિવસે જ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર શહેરના વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે તપાસના અંતે શું ખુલાસો થશે તે જોવું મહત્વનું રહેશે.
સેન્ટ્રલGST વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથેની ટીમો આજે અચાનક જુદા-જુદા મોબાઈલ શોરૂમ્સ પર આવી પહોંચી હતી. અધિકારીઓએ દુકાનોમાં પ્રવેશતાની સાથે જ શટર બંધ કરાવી દીધા હતા અને અંદર તપાસ શરૂ કરી દીધી હતી. એસ્ટ્રોન ચોક વિસ્તારમાં રવિવાર અથવા રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે ઉમટી પડતા હોય છે અને આજે રવિવારે જ સેન્ટ્રલ ૠજઝની રેડના કારણે ગ્રાહકોમાં પણ કુતૂહલ અને મુંઝવણ જોવા મળી હતી. કારણ કે, શટર બંધ હોવા છતાં અંદર દસ્તાવેજો અને સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી છે.
ૠજઝ વિભાગ દ્વારા આ તપાસ મુખ્યત્વે કરચોરીના શંકાસ્પદ વ્યવહારોને લઈને કરવામાં આવી રહી છે. વિભાગને આશંકા છે કે શોરૂમ્સમાં બિલ વિનાના મોબાઈલ ફોનનું વેચાણ, જૂના મોબાઈલના વ્યવહારોમાં ૠજઝની ચોરી અને અન્ય નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી રહી છે. હાલ અધિકારીઓ દ્વારા વેચાણના બિલો, જીએસટી રિટર્ન અને ફિઝિકલ સ્ટોકની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ૠજઝ ચોરી થતી હોવાનું સામે આવશે તો વેપારીઓ સામે દંડ સહિત ૠજઝ વસૂલવા સહિતની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અગાઉ પણ બોગસ બિલિંગ અને ટેક્સ ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે વિભાગ સતર્ક બન્યું છે. એસ્ટ્રોન ચોકની આ કાર્યવાહીને પગલે આસપાસની અન્ય મોબાઈલ શોરૂમ અને દુકાનોના સંચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતી આ તપાસ મોડી રાત સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. આ તપાસના અંતે શું સામે આવશે તે જોવું મહત્વનું રહેશે.
