રાજકોટ શહેરમાં ચેસ રમતમાં રસ ધરાવતા ખેલાડીઓ માટે ખુશખબરરૂપે, રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન (છઉઈઅ) ના સંયુક્ત આયોજન હેઠળ ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા રવિવાર, 15 ફેબ્રુઆરી 2026ના રોજ જઅૠ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ, રૂડા નગર-2, સદગુરુ નગર, રાજકોટ ખાતે યોજાશે.
સ્પર્ધામાં ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટ ઉપરાંત અંડર-7, અંડર-9 અને અંડર-15 (ઓપન તથા ગર્લ્સ) વર્ગ માટે રાજકોટ જિલ્લાની પસંદગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પસંદગીમાં વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ટૂર્નામેન્ટમાં કુલ 61,000/-ની ઇનામ રકમ, આકર્ષક ટ્રોફી તેમજ તમામ ભાગ લેનાર ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ ચેસ ચેમ્પિયનશિપના મુખ્ય પ્રાયોજકો તરીકે ઉંઢઘઝઈં ઈગઈ ઉંઢઘઝઈં ઋઘઞગઉઅઝઈંઘગ જોડાયા છે, જ્યારે ઙયહશભફક્ષ છજ્ઞજ્ઞિંરહયડ્ઢ ઙદિ.ં કમિં., છફષજ્ઞજ્ઞ ઊક્ષલશક્ષયયશિક્ષલ અને ઘ ક ઙજ્ઞાફિં ઈવફશિફિંબહય ઝિીતિં દ્વારા સપોર્ટ પ્રાયોજન આપવામાં આવ્યું છે.
