Jai Hind

રૂપીયા સાડા ત્રણ લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ફરીયાદી માધવજી જીણાભાઈ લીંબાસીયા (રહે. ભગવતી કૃપા, સાગર સોસાયટી શેરી નં.2, રાજકોટ) અને આરોપી ગણેશભાઈ રણછોડભાઈ વેકરીયા (રહે. ખોડીયાર કૃપા, સાગર સોસાયટી શેરી નં.2 રાજકોટ)ને મિત્ર સંબંધના નાતે હાથ ઉછીના રૂા.7,00,000/- આપેલા. રકમ ચુકવવા આરોપીએ ફરીયાદીને રૂા.3,50,000/-નો ચેક આપેલ. જે પરત ફરેલ. આથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે આરોપીને લીગલ નોટીસ આપેલ. ત્યાર બાદ ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે અત્રેની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ.
સંપૂર્ણ કેસ ચાલતા દરમિયાન આરોપી પક્ષના વકીલ અંજલી જીવરાણીએ પુરાવાઓને લઈને ઉંડાણપૂર્વક અને તલસ્પર્શી ઉલટ તપાસ કરેલ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળેલ હતી અને આરોપીના વકીલની દલીલો અને તેના સમર્થનમાં રજુ રાખવામાં આવેલ વિવિધ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈને બીજા અધિક જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સીલના વકીલ અંજલી જીવરાણી રોકાયેલ હતા.