ગોંડલના ચકચારી મોટીબજાર બાવાબારી હત્યા કેસમાં મુખ્ય આરોપીને આજીવન કેદની સજા

ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો
અન્ય બે આરોપીઓને 3 મહિનાની કેદ, તેઓ ટ્રાયલ દરમિયાન જેલ ભોગવી ચૂકયા હોવાથી છૂટકારો

ગોંડલ શહેર પોલીસ મથકમાં વર્ષ 2019માં નોંધાયેલા ચકચારી હત્યાના ગુનામાં આજે ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં મુખ્ય આરોપી ને આજીવન કેદ ની સજા ફટકારાઇ છે.
સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (ઙઙ) બીપિન ખંઢેરિયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ એમ. એ. ભટ્ટીએ આ આદેશ આપ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ તા.16/2/2019 ની રાત્રે ગોંડલ ની મોટીબજાર બાવાબારી શેરી માં હિરેન સુરેશભાઈ છાટબાર ની છરીનાં ઘા ઝીંકી દઇ હત્યા કરાઇ હતી.પોલીસે બાવાબારી માં રહેતા હુશેન મકસુદભાઇ શેખા,મોઇન મકસુદભાઇ શેખા તથા ખંઢેરીયા શેરીમાં રહેતા સલીમ હુશેનભાઇ ખીરાણી ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ માં અગાઉ થયેલી માથાકુટ નો બદલો લેવા હત્યા કરાયાનું ખુલ્યુ હતું.
દરમ્યાન આ ચકચારી કેસ અત્રેની એડી.સેશન્સ કોર્ટ માં ચાલી જતા કોર્ટે આરોપી હુસેનભાઈ મકસૂદભાઈ શેખા મેમણને ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ) ની કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની જેલની સજાનો આદેશ કરવામાં આવ્યો છે. કેસના અન્ય બે આરોપીઓ, મોઈન મકસૂદભાઈ શેખા મેમણ અને સલીમ હુસેનભાઈ ખીરાણી મતવાને ઈંઙઈની કલમ 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેઓને 3 મહિનાની સાદી કેદ અને 1,000 રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, આ બંને આરોપીઓ અગાઉ ટ્રાયલ દરમિયાન 5 મહિના જેટલો સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાથી, કોર્ટે તેમને હવે વધુ જેલ ભોગવવી નહીં પડે તેવો આદેશ આપી મુક્ત કર્યા છે. માનવીય અભિગમ દાખવતા કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (ઉકજઅ), રાજકોટને ભલામણ કરી છે કે મૃતકના પિતાને વળતર આપવા અંગે વિચારણા કરવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ