બીએપીએસના વડા મહંત સ્વામીનો 92મો જન્મ જયંતી મહોત્સવ વડોદરામાં સોમવારે ઉજવાશે

મહોત્સવમાં ગિનિશ વર્લ્ડ રેકોર્ડઝ દ્વારા મહંત સ્વામીને બહુમાનપત્ર અર્પણ થશે: ઉત્સવને લઇને તડામાર તૈયારીઓ

ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર, બીએપીએસ સંસ્થાના વડા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતિ મહોત્સવની વડોદરા ખાતે આગામી તા.2ના સોમવારે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થનાર છે.
પૂ. મહંત સ્વામીના જન્મ જયંતિ મહોત્સવમાં 14 દેશોમાંથી 37 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહેનાર છે તથા અંદાજે બે લાખથી વધારે હરિભક્તો મહોત્સવમાં ઉપસ્થિત રહેશે તેમ બીએપીએસના મોટીવેશનલ સ્પીકર પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવેલ છે. 350 એકરના મહોત્સવ સ્થળે 14 હજારથી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આગામી સોમવારના સાંજે 5 થી 8 વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી.માર્કેટ નજીક, નેશનલ હાઈવે-48’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે.
પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના 1800 થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યૂજર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુ ધાબી સ્થિત ‘બી.એ.પી.એસ. હિન્દુ મંદિર’ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતન પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે.
મહોત્સવમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વામીશ્રીનું કરાશે બહુમાન આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓ દ્વારા સ્વામીશ્રીનું બહુમાન કરવામાં આવશે. બહુમાન 1: 15,000 કરતાં વધુ બાળકો દ્વારા સંસ્કૃત શ્લોકોના મુખપાઠ બદલ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થાના 15,000 કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 315 શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પૂરી પાડે છે. બહુમાન 2: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના વિક્રમી સર્જન કરવા બદલ પ્રમુખસ્વામી મહારાજે 2016 સુધીમાં તેઓના સમગ્ર જીવનકાળ દરમિયાન 1200 હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ