રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના સંકલ્પ સાથે, રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં હાલમાં જ અનેક મહત્વપૂર્ણ તબીબી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના દ્વારા આ નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેની વિગતો નીચે મુજબ છે:
1) આધુનિક ફિઝિયોથેરાપી ક્લિનિક: હોસ્પિટલમાં સુસજ્જ ફિઝિયોથેરાપી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી દર્દીઓને અસરકારક પુનર્વસન (છયવફબશહશફિંશિંજ્ઞક્ષ) અને સારવારની સેવાઓ મળી શકશે.
2) ઇલેક્ટ્રિકલ કોટરી ઉપકરણ: સર્જરી અને સારવારને વધુ સચોટ અને સરળ બનાવવા માટે અત્યાધુનિક ’ઇલેક્ટ્રિકલ કોટરી’ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
3) દર્દીઓની સુવિધા માટે ભેટ: પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન રાજકોટ દ્વારા દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલને 20 વિઝિટિંગ ચેર અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ નવી સુવિધાઓ શરૂ થવાથી રેલવે કર્મચારીઓ, તેમના પરિવારજનો અને અન્ય દર્દીઓને વધુ સારી, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે. આ પહેલ રેલવે પ્રશાસનની સેવા, સમર્પણ અને સંવેદનશીલતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત રીતે દર્શાવે છે.