દુષ્કર્મ, એનડીપીએસ જેલમાંથી પેરોલ રજા મેળવી ભાગતા ફરતા આરોપીઓને ઝડપ્યા
રાજકોટ રૂરલ પોલીસે દુષ્કર્મ, છેતરપીંડી, દારૂના ગુનામાં અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આઠ આરોપીને પકડી પાડી કાર્યવાહી કરી હતી. ડીઆઈજી સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ દ્વારા પેરોલ ફર્લો, વચગાળા જામીન, પોલીસ જાપ્તામાંથી અને જેલમાંથી ફરાર આરોપીઓને પકડવા અંગે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે દરમ્યાન રાજકોટ રેન્જ આઈજી અશોકકુમારની સુચના મુજબ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જીલ્લા પેરોલ ફર્લો સ્કોડ તેમજ જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ફરાર તેમજ લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવાની આપેલ સૂચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ પી.એન.ભરવાડ તેમજ પેરોલ ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ, હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે અલગ-અલગ રાજયોના ફરાર આરોપીઓને લોકેટ કરી તમામ આરોપીઓને શોધી કાઢીને પકડી પાડવા માટે અલગ-અલગ રાજ્યો જેમાં પેરોલ ફર્લો સ્કોડ ટીમ-1 (બિહાર,ઉતરપ્રદેશ, છત્તીસગઢ), ટીમ-ર (મહારાષ્ટ્ર ,તામીલનાડું) તેમજ ટીમ-3 (હરીયાણા) એમ કુલ-3 ટીમો બનાવી આ તમામ ટીમોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી આરોપીઓને પકડી પાડવા ટીમો મોકલવામાં આવેલ અને અલગ-અલગ ટીમો દ્વારા ફરાર તેમજ લીસ્ટેડ નાસતા ફરતા કુલ-5 આરોપીઓને અલગ-અલગ રાજયમાંથી પકડી પાડી કાર્યવાહી કરી હતી. જેમાં શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સોએકટ હેઠળના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન સજા ભોગવી રહેલ પાકા કામનો કેદી ધર્મેન્દ્રરામ સુધરામ (રહે.શાપર વેરાવળ મફતીયાપરા ગોદાવરી ગેટ, મુળ બીરપુર ઉત્તરપ્રદેશ) વચગાળાના જામીન રજા ઉપરથી છેલ્લા 2 માસથી ફરાર થઇ ગયેલ હતો, જેને બિહારના બકસર ટાઉન ખાતેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ હતો ઉલ્લેખનીય છે કે, આરોપીએ ગઇ તા.16/03/2024 ના સવારના અગીયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમ્યાન ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ જઇ શરીર સબંધ બાંધી શરીરે કપાળના ભાગે, હોઠ, નાક, હાથના પોચા ઉપર તથા ગુપ્ત ભાગે ઇજાઓ પહોચાડી ભોગ બનનારને ઇજાગ્રસ્ત હાલતમાં મુકી નાશી ગયો હતો. જે બનાવમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે અલગ અલગ દિશામાં તપાસ કરી બનાવવાળી જગ્યાની આજુબાજુ, રાજકોટ બસ સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશનના આશરે 100 જેટલા સી.સી.ટી.વી. કેમેરા જોઇ આરોપીની ઓળખ મેળવી આરોપી ગુન્હો કર્યા બાદ નાશી જઇ પોતાના વતન ઉત્તરપ્રદેશ રાજ્ય તરફ જતો હોવાની વધુ શક્યતા જણાતા તુરત જ આરોપીને તેના વતનમાં શોધવા ટીમ રવાના કરતા તપાસમાં ગયેલ ટીમને આરોપી પોતાના વતનમાં પોતાના મામાના ગામ-મછોટી ગાજીપુર હોવાની હકીકત મળતા ટીમે લોકલ પોલીસની મદદ મેળવી આરોપીને પકડી પાડી પોલીસે ચાર દિવસની સફર ખેડી આશરે 3700 કિ.મી.નુ અંતર કાપી આરોપીને રાજકોટ લાવેલ હતો. જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામનો કેદી રાજેશકુમાર વેલજીભાઈ ગોહિલ પેરોલ રજા ઉપરથી છેલ્લા 3 વર્ષથી ફરાર હોય તેને અમદાવાદ ખાતેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે. તેમજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં આરોપી રાજનારાયણ સુબેદાર ચૌપરી છેલ્લા 08 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા ફરાર હોય તેને પોતાના વતન ઉતરપ્રદેશ રાજય ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે શાપર પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
લિસ્ટેડ બુટલેગર લોકોને છેતરનાર બે શખ્સો પકડાયા
રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ હકિકત ના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને આઈટી એકટના આરોપી હાલે ભુણાવા પાટીયા પાસે ઉભેલ હોવાની હકિકત આધારે આરોપી જગદિશ રવજી કોઠડીયા (ઉ.વ.67, રહે.મુળ ગામ અગતરાય, કેશોદ, હાલે અમદાવાદ) ને પકડી પાડી સ્થાનિક પોલીસને સોંપેલ હતો. જ્યારે સુલતાનપુર પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં ફરાર ભાર્ગવ ઉર્ફે ભીખા લલુ ગોહિલ (રહે. આણંદ) ને આણંદથી પકડી પાડી કાર્યવાહી કરી હતી. તેમજ વિંછીયા રાજકોટના થોરાળા અને સુરેન્દ્રનગરના ધજાળા પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર બુટલેગર રામજી વિભા સરવૈયા (રહે. ગાંભડી, સાયલા) ને વિંછીયા થોરિયાળી રોડ પરથી પકડી પાડી કાર્યવાહી કરી હતી.
