સામુ જોવા પ્રશ્ર્ને તારીફ અને મીતુલ કક્કડ વચ્ચે માથાકુટ: ગુનો નોંધાયો
એરપોર્ટ ફાટકે ગઈકાલે મોડી રાત્રે લાઈન બોયના ઝઘડામાં વચ્ચે પડેલ શબ્બીરભાઈ નાગોરી ઉપર છરીથી હુમલો થયો હતો. શબ્બીરભાઈ મહંમદ રફીકભાઈ નાગોરી (ઉંમર વર્ષ 35, રહે.અલ્કાપુરી શેરી નં.2, એરપોર્ટ રોડ, રાજકોટ)એ જણાવ્યું કે, હું મારા પરીવાર સાથે રહું છું. પ્રાઈવેટ નોકરી કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું. ગઇકાલ રાત્રીના આશરે દશેક વાગ્યાની આસપાસ હું તથા તોસીફ પઠાણ તથા તારીફ કોચલીયા અમે અરેપોર્ટ ફાટક પાસે બેઠા હતા. તે વખતે તારીફ રાજકૃતી એરપાર્ટમેન્ટમાં આવેલ વિમલ સીઝન સ્ટોરમાં ગુટખા (પાન મસાલો) લેવા માટે ગયેલ. ત્યાર બાદ થોડીવાર પછી તારીફનો મને ફોન આવેલ કે, મારી સાથે રાજકૃતી એપાર્ટમેન્ટમાં રહેતા બંસીભાઈ તથા તેના બે પુત્રો તથા તેના પુત્રનો મીત્ર મીલન ઝગડો કરે છે. હું તથા તોસીફ અમો બંને ત્યાં ગયા. જ્યાં ચારેય શખ્સ તારીફને માર મારતા હતા. હું વચ્ચે છોડાવવા જતા આ બંસીભાઈના એક પુત્રના હાથમાં છરી હતી. બીજાના હાથમાં ધોકો હતો. મને માથામાં, પીઠના ભાગે, બંને હાથમાં આંગળી ઉપર સ્વબચવા કરવા જતા ઇજા થયેલ હતી. સામે પક્ષે મીતુલભાઈ બંસીલાલ કક્કડે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, રાત્રીના દશેક વાગ્યેની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે મારા મીત્ર મીલનભાઈ મને મળવા માટે મારા ફ્લેટની નીચે આવેલ અને મને ફોનથી જાણ કરતા હું નીચે પાર્કિંગમાં આવેલ. અમાર ફ્લેટના પાર્કીંગ ગેઇટ પાસે ઉભા રહેલ અને અમે અમારી વાતો કરતા હતા તે વખતે સફેદ કલરની ફોર વ્હીલર કાર આવેલ અને કાચ ખોલીને અમારી સામે જોયેલ જેથી મે મારા મીત્ર મીલનભાઈ કહેલ કે આ ભાઈ તને કંઇક કહે છે તેમ કહેતા આ ભાઈ મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને આ ભાઈને ગાળો બોલવાની ના પાડતા ગાડીમાંથી નીચે ઉતરેલ અને મારી પાસે આવેને મને ઝાપટ મારી લીધેલ. ત્યાં રવીશભાઈ તથા મારા બાપુજી બંને નીચે આવેલ. ત્યાં તારીક અહમદ તથા તેની સાથે બે અજાણ્યા ઇસમો મારા ઘરે આવેલ અને તેના હાથમાં છરી લઈને આવેલ અને તેને મારા માથાના ભાગે મારી દીધેલ અને મારા બાપુજીને ધોલ ધપાટ કરી ગરદા પાટુનો માર મારેલ. આ બનાવમાં બંને પક્ષે ઈજાગ્રસ્તોએ સિવિલમાં સારવાર લીધી હતી
