Jai Hind

રાજકોટમાં વેપારીના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પકડાઈ

1.6 લાખના મુદ્દામાલ સાથે ઈમીટેશન-ચાંદીના 7 વેપારીની ધરપકડ

રણછોડનગરમાં રહેતા ઇમીટેશનના ધંધાર્થીના મકાનમાં ચાલતી જુગાર ક્લબમાં પીસીબીની ટીમે દરોડો પાડી વેપારી સહિત સાત શખ્સોને પકડી પાડી રૂા.1.6 લાખની મત્તા કબજે કરી હતી.
દરોડાની વિગત પીસીબી પીઆઇ એમ.આર. ગોંડલીયાના રાહબરીમાં એએસઆઇ મયુર પાલરીયા અને કોન્સ. નગીનભાઇ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રણછોડનગર શેરી નં.3માં રહેતા આશિષ ઉર્ફે ભુરો પીપળીયા નામના શખ્સના મકાનમાં જુગાર ક્લબ ચાલી રહી છે તેવી મળેલ બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસે ત્યાં જુગાર રમતા આશિષ ઉર્ફે ભુરો પીપળીયા (ઉ.વ. 40), મુકેશ લાલજી મકવાણા (ઉ.વ. 48, રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ગણેશ પાર્ક), કાનજી દેવરામ ભોગાયતા (ઉ.વ. 50, રહે. જુનો મોરબી રોડ, શ્રી હાઇટ્સ એપાર્ટમેન્ટ), નિલેશ લાલજી ભોગાયતા (રહે. જુનો મોરબી રોડ, સતનામ પાર્ક શેરી), પ્રવિણ લખમણ લાખાણી (રહે. આરાધના સોસાયટી, શેરી નં.2, આડો પેડક રોડ), હિતેષ કેશુ પીપળીયા (રહે. સદ્ગુરુ સોસાયટી શેરી નં.3) અને જયેશ જીવરાજ પીપળીયા (રહે. રણછોડવાડી શેરી નં.3, કુવાડવા રોડ)ને પકડી પાડી રોકડ સહિત રુા.1.6 લાખની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.