અગ્નિ પ્રજવલીતં વંદે જાતવેદં હુતાશમ્ હિરણ્યવર્ણ મમલં સમિઘ્ધં વિશ્ર્વતોમુખમ્

રાજકોટ સહિત સમગ્ર રાજયમાં હોળી પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. હોલીકા દહનનું શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ છે. અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલીકા ભકત પ્રહલાદને ખોળામાં લઇને આગમાં બેસી ગઇ હતી તે સમયે ભગવાન વિષ્ણુએ ભકત પ્રહલાદની રક્ષા કરી હતી અને હોલીકા બળી ગઇ હતી. આ ઉપરાંત હોળીને વસંતોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. કારણ કે ફાગણ પુનમની આસપાસ ઠંડી વિદાય લે છે અને વસંતના રંગો દેખાવા લાગે છે. તો પુર્વીય ભારત અને વૈષ્ણવ પરંપરામાં હોળીનું મોટુ સ્વરૂપ ડોળયાત્ર કે ડોળ પુર્ણિમા છે. આ પરંપરામાં રાધા-કૃષ્ણની મુર્તિઓને શણગારીને ઝુલા કે પાલખી પર કાઢવામાં આવે છે અને તેમના પર અબીલ-ગુલાલ ચડાવાય છે. વ્રજક્ષેત્રમાં હોળીની બીજી માન્યતા રાધા-કૃષ્ણની ફાગલીલા છે. રાજકોટ, જુનાગઢ, ગોંડલ, અમરેલી, ભાવનગર, વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હોલીકાને અદભુત રીતે શણગારવામાં આવી હતી અને સાંજે 7.30 વાગ્યાથી હોલીકાની પરીક્રમા કરી ઘરની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તસ્વીરમાં જોઇ શકાય છે કે જુનાગઢ, રાજકોટ, ગોંડલ, જામનગર, ભાવનગર, અમરેલી, વેરાવળ સહિતના વિસ્તારમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલીકા દહન કરાયું હતું.

રિલેટેડ ન્યૂઝ