મહિલાઓના ઉત્થાન માટે ભાજપ હંમેશા પ્રતિબધ્ધ હોવાનો આત્મ વિશ્ર્વાસ
મહિલાં અનામત બિલ મુદ્દે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવે કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો પર તીખો પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોકસભામાં મહિલા અનામત ખરડાનો વિરોધ કરનાર પક્ષોને દેશની માતૃશક્તિ ક્યારેય માફ નહીં કરે. તેમણે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસે મહિલાઓના હકોને અવગણી રાજકીય સ્વાર્થને પ્રાથમિકતા આપી છે.
રાજુભાઈએ જણાવ્યું હતું કે, દેશની કુલ વસ્તીમાં અડધી ભાગીદારી ધરાવતી મહિલાઓને 33 ટકા અનામત આપવાનો નિર્ણય રાષ્ટ્રનિર્માણ માટે મહત્વપૂર્ણ હતો, પરંતુ વિરોધપક્ષોએ આ બંધારણીય સુધારા સામે વાંધો ઉઠાવી પ્રગતિમાં અડચણ ઉભી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ત્રિપલ તલાક નાબૂદી જેવા પગલાં દ્વારા મહિલા સંશકિતકરણને પ્રાથમિકતા આપી છે.
ભાજપ મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ લાવવા પ્રતિબદ્ધ છે, જ્યારે કોંગ્રેસ હજુ પરિવારવાદ અને સ્વકેન્દ્રિત રાજકારણમાં ફસાઈ છે.
મહિલા અનામત બિલ અટકાવવામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની ભૂમિકા હોવાનો આરોપ લગાવી તેમણે કહ્યું કે આ પગલું નારીશક્તિનું અપમાન છે. દેશની મહિલાઓ સાથે ગદ્દારી કરી છે અને આ કૃત્ય નારીશક્તિનું ઘોર અપમાન છે. જ્યારે પણ રાષ્ટ્રના વિકાસની વાત આવે ત્યારે કોંગ્રેસ હંમેશાં વિઘ્નરૂપ બને છે, તેવું રાજુભાઈએ સ્પષ્ટપણે કહ્યું હતું.
