પ્રાંત અધિકારી સમક્ષ અનેક વખત ફરિયાદ કરવા છતા કોઈ કહેવાવાળુ નથી
ધોરાજી શહેરની મામલતદાર કચેરી ખાતે જે પ્રકારે અણઘડ અને મનસ્વી રીતે વહીવટી કામગીરી કરવામાં આવે છે તેને લઈ ધોરાજી શહેર અને તાલુકા વિસ્તારના અરજદારો અને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે..
ધોરાજી મામલતદાર કચેરી ખાતે જન સેવાના અનેકવિધ કામો પૈકી આવક ના દાખલા, જાતિના દાખલા, ડોમીસાઈલ, ઈ ડબલ્યુ એસ, નોન ક્રિમિલિયર સહિતના દાખલાઓ મેળવવામાં નાગરિકોને અરજદારોને ખૂબ જ મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને હાલમાં વિદ્યાર્થીઓના પરિણામ આવ્યા બાદ તેમજ અન્ય શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને ઉપરોક્ત તમામ પ્રકારના આવક અને જાતિના દાખલા, ડોમિસાઇલ, નોન ક્રિમિલિયર સહિત દાખલાઓની જરૂર રહેતી હોય છે અન્ય જગ્યાએ એડમિશન માટે આ પ્રમાણપત્રો જોડવાના જરૂરી રહેતા હોય છે ત્યારે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓ આ પ્રકારના દાખલાઓ મેળવવા માટે આવે છે ત્યારે એને 8 થી 10 દિવસે આવા દાખલાઓ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ખૂબ જ જરૂરી અને વહેલાસર દાખલાની જરૂર હોય છે તેમ છતાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધોરાજી મામલતદાર કચેરી મહત્વનું ગણતી નથી અને આ ઉપરાંત અરજદારો સરકારી નિયમ મુજબ તમામ પ્રક્રિયા કરતા હોય છે ત્યારે ધોરાજી મામલતદાર કચેરી દ્વારા સરકારી નિયમોને બાજુ પર રાખી અમુક પ્રકારના મનસ્વી નિર્ણયો અને નિયમો બનાવી અરજદારોને અને વાલીઓને હેરાન કરતા હોવાની પ્રજામાંથી ફરિયાદો ઉઠી રહી છે
ધોરાજી શહેર અને તાલુકા ની જનતાની આ ફરિયાદોને ધ્યાનમાં લઇ ધોરાજી મામલતદાર કચેરી ખાતે સક્ષમ અધિકારી લોકોની લાગણી અને માગણી ને સમજે તે આવશ્યક છે અને તેમ છતાં જો આ જ પ્રકારે મનસ્વી રીતે કામ કરવામાં આવશે તો ના છૂટકે કોંગ્રેસે ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની જરૂર રહેશે. દિનેશ વોરા એ મીડિયાને વિશેષમાં જણાવ્યું હતું કે ધોરાજી મામલતદાર કચેરીમાં અરજદારોને ધક્કા ખાવા પડે છે અને લાંબો સમય સુધી દાખલા અને સર્ટીફીકેટ માટે રાહ જોવી પડે છે જે બાબતે ઉપરી કચેરી પ્રાંત અધિકારી ઓફિસમાં પણ રજૂઆતો કરી છે તેમ છતાં પણ સરકારી તંત્ર ગાંઠતું નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે સરકારની યોજનાઓ અને સુવિધાઓનો ત્વરિત લાભ અરજદારોને મળવો જોઈએ તે બાબુ શાહીમાં મળી નથી રહ્યો તેવો આક્ષેપ કર્યો હતો.
