તાજેતરમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થતાં શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સાયન્સ ગ્રુપ-ઇમાં શ્રેયા જીતેશભાઈ વડગામા, આયુષી ધર્મેન્દ્રભાઈ માંછોયા, પરમ રાજેશભાઈ દવે, રિયા ગોવિંદભાઈ ચુડાસમા અને રાજ સતીષભાઈ લોખીલ તેમજ સાયન્સ ગ્રુપ-અમાં તન્વીબેન મનુભાઈ પરમાર અને સ્મિત મહેશભાઈ પાટડિયાએ બોર્ડ પરીક્ષામાં 98.68 ઙછ સુધીનું ઉત્તમ પરિણામ મેળવ્યું છે. સાથે જ સતત 26મા વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ નોંધાયું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.છેલ્લા 26 વર્ષથી ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકો માટે જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ કાર્યરત છે. કોર્પોરેશન તથા ખાનગી શાળાઓમાં ધો.7માં 85 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ માટેની પ્રવેશ પરીક્ષા આપવા પાત્ર બને છે. દર વર્ષે અંદાજે 550થી 600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાંથી 20થી 25 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ અપાવી ધો.8થી ધો.12 સુધીની તમામ શૈક્ષણિક જવાબદારીઓ, યુનિફોર્મ, સાયકલ તથા મેડિકલ સહાય ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પરિણામ બદલ ટ્રસ્ટી મંડળના મહેશભાઈ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણી તથા કમિટી મેમ્બર્સ ગીતાબેન તન્ના, મીરાંબેન મહેતા, જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ તેમજ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
સદ્ભાવના વૃઘ્ધાશ્રમમાં નાટયમંચનકૌશીક સિંધવના નાટક ‘ફળીયા’ એ રંગ જમાવ્યો
સમાજથી ત્યજાયેલા તરછોડાયેલા તેમજ કચડાયેલાઓને નાટય સંગીતથી સતત મનોરંજન આપતા રહેતા કૌશિક સિંધવ નાટય ફળીયાના કલાકારોએ... -
ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો અભિયાન
બૌધિક સંવાદ વિવિધ મુદ્ે ચર્ચા થઈ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સ્થિર અને પ્રગતિશીલ સરકારને અરાજકતા ફેલાવી અસ્થિર... -
ભાઈબીજના દિવસે સીટી, બીઆરટીએસ બસમાં બહેનો કરી શકશે ફ્રી મુસાફરી
મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક...
