આજે સદ્ગુરુ આશ્રમને 80 વર્ષ પૂર્ણ સમુહ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે

સદ્ગુરુદેવ રણછોડદાસજીબાપુએ માનવ સેવાની જ્યોત હંમેશા પ્રજવલ્લિત રહે અને રામનામનો પ્રચાર થાય અને સમગ્ર માનવજાતને નિ:સ્વાર્થ નિ:શુલ્ક સેવા મળી રહે એ ઉદ્ેશ સાથે સદગુરુ સદન ટ્રસ્ટ રાજકોટની સ્થાપના કરવામાં આવી હતી.સદગુરુદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુના ‘ભૂખે કો ભોજન’ તથા મરીજ મેરે ભગવાન તથા મુઝે ભૂલ જાના, પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલના ના દિવ્ય ઉદેશોને સાર્થક કરીને આશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞ મહાશિબિરનું આયોજન કરવામાં આવે છે.સદગુરુદેવ રણછોડદાસજીબાપુના વચનો સાર્થક કરીને લોકોની નિ:સ્વાર્થ સેવા કરવામાં આવે છે જેમાં ગરીબ નિ:સહાય લોકોની ટીફીન સેવા, ગરીબ દત્તક બાળકોની સેવા, ગાયોની સેવા વિગેરે સેવાઓ કરવામાં આવે છે.પૂ. સદ્ગુરુદેવ રણછોડદાસજીબાપુના સંકલ્પને સાકાર કરવા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ દ્વારા 100 કરોડથી પણ વધારે ખર્ચે નવી અત્યાંધુનિક 10 માળની આલીશાન હોસ્પીટલ ટુંક સમયમાં કાર્યરત થઇ જશે જેથી દરેક દર્દી ભગવાનને આંખની તમામ સારવાર એક જ જગ્યાએથી મળી રહેશે. આગામી તા.11ના સદ્ગુરુ આશ્રમના 81મા સ્થાપના દિવસ નિમિત્તે સમુહ આરતી દ્વારા ધાર્મિક રીતે ઉજવવામાં આવશે તથા ગરીબ માવતરના દીકરા, દીકરીઓ માટે ત્રાંસી આંખના નિ:શુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આશ્રમના 81મા સ્થાપના દિવસ નિમિત્તે ડોક્ટર સ્ટાફ તથા ગુરૂભાઇ-બહેનો દ્વારા નિજ મંદિર હોલમાં સવારે 9 વાગ્યે 81 આરતીના દિવ્ય શણગાર સાથે સમુહ આરતી કરવામાં આવશે તથા સાંજે આશ્રમને દિવડાઓથી ઝગમગાટ કરવામાં આવશે તેમ ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીએ જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ