ઇવનીંગ પોસ્ટના સીનીયર સીટીઝન માટે સાપ્તાહિક સંગીત સંધ્યા

સોમથી શનિવાર સુધી ભરચક કાર્યક્રમ

સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં તા. 11/5 ને સોમવાર નાં રોજ 5:30 કલાકે “એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા તથા તા. 12/5 ને મંગળવાર નાં રોજ પ:30 કલાકે “સુરમંદિર સંગીત એકેડેમી દ્રારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ બુધવારનાં રોજ 5:30 કલાકે “મહાદેવ સોશિયલ ગ્રુપ” દ્રારા સંગીત સંધ્યા ગુરુવાર નાં રોજ 5:30 કલાકે “આર. ટી. મ્યૂઝિકલ ગ્રુપ” દ્રારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે ઉપરાંત તા. 15/5 ને શુક્રવાર નાં રોજ 5:30 કલાકે એન્જોય ગ્રુપ દ્રારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે તથા તા. 16/5/26 ને શનિવાર નાં રોજ 5:30 કલાકે “રિધમ ગ્રુપ” દ્રારા સંગીત સંધ્યા અને રવિવાર નાં રોજ 5:30 કલાકે “સ્વર સાધના દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોંલકી, જયપાલસિંહ ઝાલા, ધનશ્યામભાઈ રાવલ, બિપિનભાઈ ઠાકર, રમેશભાઈ ગજ્જર, વર્ષાબેન બાલચંદાણી, પ્રકાશભાઈ જાની તેમજ એચ. પી. પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ