પોરબંદર રેલ્વે સ્ટેશન નજીકથી મધ્યપ્રદેશના આરોપીની થઇ ધરપકડ: કમલાબાગ પોલીસને સોંપાયો
પોરબંદરએસ.ઓ.જી.દ્વારા નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પોરબંદર રેલ્વે સ્ટેશન નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના નાશતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.જાડેજાને સુચના આપવામાં આવેલ, જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગે વર્ક આઉટ ક2તાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહીતભાઈ ગોરાણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજન અરભમભાઈ ઓડેદરાને ખાનગી રીતે હ્યુમન સોર્સથી બાતમી રાહે હકીકત મળેલ કે, કમલાબાગ પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ. ના કામેનો લાલશાહી નાસતો ફરતો આરોપી પ્રદીપ સીયારામ ગુર્જર ઉ.વ.21 ધંધો-ટ્રેનમા એટેન્ડ2ની નોકરી હાલ રહે, ગામ બરેન્દા ધુરૈયા કા પુરા, પોસ્ટ-બુરાબાદ જી-મુરેના રાજ્ય-મધ્યપ્રદેશ વાળો પોરબંદર જિલ્લામાં આવેલ હોય જે હકીકત આધારે પોરબંદર રેલ્વે સ્ટેશન બહા2 કાધલી કૃપા ગેસ્ટ હાઉસની સામે રોડ ઉપરથી મળી આવતા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોપેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.જાડેજા, એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા,પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહીલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ગરચર,પોલીસ હેડ કોન્સ્ટેબલ, અરજનભાઈ ઓડેદરા,ચંન્દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.
