રાજકોટ: કારમાં બે બોટલ વિદેશી દારૂ સાથે સિંગર ઝડપાયો

40 બોટલ દારૂ સાથે વેપારી પકડાયો

જેકે ચોક પાસે કારમાંથી દારૂના જથ્થા સાથે સિંગર જયેશ દવેને યુની. પોલીસે અને જડૂસ હોટલ સામે મકાનમાંથી દારૂની 40 બોટલ સાથે વેપારીને તાલુકા પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. યુની. પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ કૌશિકભાઇ ગઢવી સહિતનો સ્ટાફ ગઈ રાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની લગતી કામગીરી કરવા માટે પેટ્રોલીંગમાં હતા ત્યારે યુનીર્વસીટી રોડ જે.કે.ચોક ખાતે આવતા એક શખ્સ શકાસ્પદ હાલતમા પોતાના સ્વીફટ ડીઝાયર કાર નં.ૠઉં /03/ઊંઈ/8007 બેસેલ જોવામાં આવતા તુરત જ ત્યા જઈ ચેક કરતા ઇંગ્લિશ દારુની બે બોટલ મળી આવતા તુરંત તે શખ્સનું નામ પુછતા પોતાનુ નામ જયેશ રસીકલાલ દવે (ઉવ.50 ધંધો.સીંગર, હે. રૈયા રોડ, સવન સીગ્નેટ ફ્લેટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર ચેક કરતાં તેમાંથી બે દારૂની બોટલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ સેજલ મેઘાણીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ભોજભાઈ મોભ અને કોન્સ્ટેબલ પાર્થ સોજીત્રાને આંબેડકર શેરી નંબર 3 જડ્ડુસ હોટલ સામે નાના મવા રોડ પર રહેતા રાજુ ભીખાભાઈ કટારીયાના મકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 40 બોટલ 4,000 નો મુદ્દામાલ કબ્જે કરી મકાન માલિક રાજુ પીઠા કટારીયાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. ત્રીજા દરોડામાં તાલુકા પોલીસની ટીમે કાલાવડ રોડ પર આંબેડકર નગર શેરી નં.1 માંથી કરણ પ્રેમજી મહીડા (રહે. આંબેડકર નંબર શેરી નંબર.1) ને દારૂની એક બોટલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બેંક કલેકશનનું કામ કરતો શખ્સ નશાની હાલતમાં ઝડપાયો
યુની. પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર નૈત્રી પાણીપુરી નજીક પટેલ પાસે એક શખ્સ લથળિયા ખાધેલ હાલતમાં જોવા મળતા તેની અટક કરી નામ પૂછતા પોતાનું નામ યસવર્ધનસિંહ પુનિતસિંહ જેઠવા (32)(રહે. સાધુવાસવાણી કુંજ રોડ દેવલોક પાર્ક રેલનગર) હોવાનું જણાવ્યું હતું. તે શખ્સ ચિક્કાર નશામાં હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ