રામનાથપરા મેમણ હોલમાં દરોડો
રામનાથપરાના મેમણ હોલમાં ચાલી રહેલ જુગારમાં એ.ડિવિઝન પોલીસે દરોડો પાડી 7 માંડવીયાને પકડી પાડી રોકડ જપ્ત કરી હતી. દરોડાની વિગત મુજબ એ.ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.રાણા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વીરસોડીયા સહિતના સ્ટાફને રામનાથપરા મેમણ હોલના ઉપરના હોલમાં અંદર જુગાર ચાલી રહ્યો છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી મેમણ હોલમાં તીન પતીનો જુગાર રમતાં શખ્સોને નામ પુછતા પોતે પોતાનુ નામ ફિરોજ હારૂન લંઘા (ઉ.વ.45, ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે. ઘાંચીવાડ શેરી નં-02), અરબાઝ રફીક ફુફાર (ઉ.વ-26, રહે. દેવપરા સુમરા સોસાયટી શેરી નં-11 શક્તિ હોટલ પાસે), દાનિશ યુનુસ માકડાં (ઉ.વ- 34, રહે. આમ્રપાલી સીનેમા પાછળ સુભાષનગર શેરી નં-4), અશરફ રજાક વિચાંણી (ઉ.વ-47 ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે.કોઠારીયા કોલોની કવાર્ટર નં-392 ગરબી ચોક), સોયબ યુનુસ કાલાવડીયા (ઉ.વ.34, રહે, બજરંગવાડી શેરી નં-9), અમીન ઇકબાલ ઇસાણી (ઉ.વ.40 ધંધો, વેપાર, રહે, ગેબનશાહ સોસાયટી જસદણ) અને સાજીદ અનવર વિછી (ઉ.વ.45, રહે.સદર બજાર કોલેજવાડી શેરી નં-1) જણાવ્યું હતું. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂ.14840 જપ્ત કર્યા હતાં. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મેમણ જમાતખાના હોલમાં પકડાયેલ ફિરોજ લંઘાની પુત્રીના લગ્નનો પ્રસંગ હતો, જાન આવવાના આગલા દિવસે આવેલા મહેમાનો સાથે બેસી જુગાર ચલાવી રહ્યો હતો.
માલીયાસણ બાયપાસ નજીક જાહેરમાં જુગાર રમતાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે છ શખ્સો ઝડપાયા
માલીયાસણ બાયપાસ નજીક જાહેરમાં જુગાર રમતાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે છ શખ્સોને કુવાડવા રોડ પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી.આર.વસાવાની રાહબરીમાં એએસઆઈ એમ.એમ આજગ્યા અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે માલીયાસણ બાયપાસ નજીક ક્રિષ્ના હોટલની પાછળ જાહેરમાં જુગાર રમતા મોસીન ગુલાબ પઠાણ (36),( ધંધો.ટ્રાન્સપોર્ટ, રહે મહાત્મા ગાંધી સોસાયટી સરકાર ચોક પાસે જંગલેશ્વર), ફીરોજશા જમાલશા શાહમદાર (રહે લાખાજીરાજ સોસાયટી શેરી નંબર છ બેડીપરા), રફીક ગભરુ ખીલાસી (રહે. લાલ બહાદુર આવાસ ક્વાર્ટર રેલનગર), અલતાફ અકબર કડિયા (રહે દૂધસાગર રોડ માજોઠીનગર), યુસુફ ઇસ્માઈલ ગાહા (રહે માંજોઠીનગર દૂધસાગર રોડ) અને નિઝામ મામદ હુસેન તુક્કર (રહે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી દૂધસાગર રોડ) ને પકડી પાડી રોકડ રૂપિયા 21,360 કબ્જે હતા.
