રાજકોટ NSUIની કલેકટરને રજુઆત, નીટ પેપર લીકના જવાબદારો સામે કાર્યવાહી કરો

લાખો છાત્રોના ભવિષ્ય સાથે ચેડા: કાર્યવાહી નહી થાય તો આંદોલનની ચિમકી

નીટની પરીક્ષાના પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલા લેવાની માંગણી સાથે એન.એસ.યુ.આઇ. દ્વારા આજે કલેક્ટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી. આ મામલે એનએસયુઆઇના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા જિલ્લા પ્રમુખ ગૌરવ ખીમસુરીયાએ જણાવ્યું હતું કે મેડીકલના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલ અને દેશભરના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેની સાથે જોડાયેલ છે તે નીટની પરીક્ષાનું પેપર લીક થતા આ પરીક્ષાની વિશ્ર્વસનીયતા સામે સવાલો ઉભા થયા છે.
જો કે નીટની પરીક્ષાનું પેપર લીક થતાં જ આ પરીક્ષા તાબડતોબ રદ્ કરી નાંખવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે આ પ્રકરણમાં સમયસર અને નિષ્પક્ષ તપાસ નહીં કરાય તો વિદ્યાર્થીઓનો વિશ્ર્વાસ શિક્ષણ પ્રણાલી પરથી ઉઠી જશે. આ પ્રકરણમાં જો વિદ્યાર્થીઓના હિતમાં પગલા લેવામાં નહીં આવે તો એનએસયુઆઇ દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ કરાશે. દરમિયાન આ પ્રકરણમાં પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે તેવી માંગ તેઓએ ઉઠાવી છે.

રિલેટેડ ન્યૂઝ