‘જૈં જયતિ શાસનમ્’ના ગગનભેદી નાદ સાથે આજે વહેલી સવારે રાજકોટના પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્ર્વ ાથ જિનાલયમાં શ્રી સુપાર્શ્ર્વનાથ દાદાની તથા શ્રી માણિભદ્રવીર દાદાની 200મી ધજા તથા અન્ય શિખરો ી ધજા લાભાર્થી પરિવારો દ્વારા લહેરાઈ. જિનશાસનના મહાપ્રભાવક, બંધુબેલડી આચાર્ય ભગવંત શ્રી જિન-હેમચંદ્રસાગર સૂરિજી મ. આ.શ્રી પ્રસન્નચંદ્રસાગર સૂરિજી મ. પૂ.આ.શ્રી વિરાગચંદ્રસાગર સૂરિજી મ. પૂ.આ.શ્રી પદ્મચંદ્રસાગર સૂરિજી મ. પૂ.આ.શ્રી સમ્યકચંદ્રસાગર સૂરિજી મ. તથા પૂ.આ.શ્રી તારકચંદ્રસાગર સૂરિજી મ. આદિઠાણા તથા પૂ.સાધ્વીજી ભગવંત શ્રી વિપુલયશાશ્રીજી મ.આદિ ઠાણાની નિશ્રામાં 200મી ધજાનો મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયું. વિધિકાર તરીકે પ્રકાશભાઈ દોશી રહ્યા હતા. પૂ.ગુરૂ ભગવંતે આ પ્રસંગે મોટી સંભળાવી હતી. અષ્ટોતરી શાંતિ સ્નાત્ર વિધાન બાદ નવકારશીનું આયોજન કરવામાં આવેલ.
રજતમયી શ્રી સુપાર્શ્ર્વાથ પરમાત્માની કાલે પ્રતિષ્ઠા આવતીકાલે બંધુબેલડી આ.ભ. પૂજયશ્રી જિન-હેમચંદ્રસાગર સૂરિશ્ર્વરજી મહારાજા આદિની પાવન નિશ્રામાં માંડવી ચોક દેરાસરમાં રજતમયી સો ા-ચાંદીની નયનરમ્ય પ્રતિમાજીની સવારે 6-30 વાગ્યે પ્રતિષ્ઠા થશે. પ્રતિમાજી ભરાવવાનો તથા પ્રતિષ્ઠા કરાવવાનો લાભ સ્વ.મંગળાબે સુશીલભાઈ દેસાઈ પરિવારના મધુબે પ્રમોદભાઈ દેસાઈ, રૂપલબે અમિતભાઈ દેસાઈ, હનીબે તથા જિઆન વગેરેએ લીધો છે. આવતીકાલે રજતમયી પ્રભુી પ્રતિષ્ઠા પ્રભુ ી અષ્ટપ્રકારી પૂજા, કંકુ દ્વારા છાપા, સવા લાખ અક્ષત દ્વારા સ્વસ્તિક, પ્રતિષ્ઠાચાર્ય (ગુરૂદેવ)ને કામળી અર્પણ, માણેક લાડવો અર્પણ, મોટી શાંતિ વગેરે પ્રસંગો ઉજવાશે. વિધિકાર તરીકે જશુભાઈ શાહ તથા ભકિતકાર તરીકે પ્રતાપ શાહ ઉપસ્થિત રહેશે. રાજકોટ તપગચ્છ જૈ સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળા, પંકજભાઈ કોઠારી તથા કિરીટભાઈ સંઘવી વગેરેાના માર્ગદર્શ હેઠળ કમીટીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજકોટમાં માંડવી ચોક દેરાસરમાં મુળ નાયક રૂપ બિરાજતા સુપાર્શ્ર્વનાથ દાદાનો રસપ્રદ ઈતિહાસ
વર્તમાન ચોવીશીના સાતમા તીર્થકર ભગવંત શ્રી સુપાર્શ્ર્વ ાથદાદા પ્રાચીન માંડવી ચોક દેરાસરમાં મુળનાયક રૂપે છેલ્લા 200 વર્ષથી બિરાજમાન છે. * શ્રી સુપાર્શ્ર્વ ાથ જિનાલયમાં 150મી સાલગીરીની ઉજવણી પૂ. આગમોધ્ધારક સાગરાનંદ સૂરિ સમુદાયના ગચ્છાધિપતિ શ્રી હેમસાગર સૂરિ મ.ની નિશ્રામાં થઇ હતી અને તે સમયે નીચેા ગર્ભગૃહમાં થઇ હતી અને તે સમયે નીચેા ગર્ભગૃહમાં પ્રાચીન જિનબિંબોી પ્રતિષ્ઠા ઉપરાંત નૂતન જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2033માં થઇ હતી. જાણવા મળતી વિગતો અનુસાર માંડવી ચોક દેરાસરમાં બિરાજમાન મુળ નાયક શ્રી સુપાર્શ્ર્વ ાથદાદાની પ્રતિમાજી 1200 વર્ષ પ્રાચીન છે. આ પ્રભુજી તે સમયના રાજા (લાખાજીરાજબાપુ)ના રાણીબા પાસે હતા. તે સમયે જૈન શ્રાવકોએ આ પ્રતિમાજી વિષે ખબર પડતા તેમણે રાજાને વિનંતી કરી કે આ પ્રભુજી અમારા છે. જો અમને આપો તો અમે જિનાલય બનાવીને પ્રભુ ે પ્રતિષ્ઠીત કરીએ. રાજાએ જૈન શ્રાવકોી વિનંતિ શરત સાથે સ્વીકારી. રાજાએ કહ્યું કે મારા મહેલના ઝરુખામાંથી જિનાલયના શિખર અને ધજાના સતત દર્શન થતાં રહે તો પ્રતિમાજી આપીએ. જૈ શ્રાવકોએ રાજાની વિનંતિનો સ્વીકાર કર્યો. એ વખતે રાજા જુના દરબાર ગઢ (બેડીનાકા)માં રહેતા હતા. ત્યાર પછી રૂા.1માં જગ્યા લઇને સંઘે જિનાલયનું નિર્માણ કર્યું ત્યારે તે સમયે રાણીબાને ઝરુખામાંથી શિખર, ધજાના દર્શ થતાં હતા. વર્તમાનમાં મોટા બિલ્ડીંગો બનવાથી હવે જુના દરબાર ગઢથી દર્શ થતાં નથી.
