રામચરિત ફાઉન્ડેશન દ્વારા વડીલો માટે રવિવારથી નિ:શુલ્ક ભોજન સેવાનો પ્રારંભ

શરૂઆતમાં 250 વડિલો માટે સેવા પૂરી પાડવાનો નિરધાર

શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા.17મી મે રવિવારથી પરસોતમ માસના પ્રથમ દિનથી નિરાધાર, નિ:સહાય, શારિરીક અસક્ષમ અને દિવ્યાંગ વડીલો માટે નિ:શુલ્ક (બેં ટાઈમ) ભોજન સેવાનો પ્રારંભ થનાર છે. જેમાં દરરોજ 250 જેટલા વડીલો માટે ફ્રીમાં ભોજન સેવા પુરી પાડવાનું આયોજન છે. નિ:શુલ્ક ભોજન સેવા એવા વડીલોે આપવામાં આવશે જે નિરાધાર, નિ:સહાય, આર્થિક અને શારીરીક અસક્ષમ કે કોઈ ગંભીર બિમારીથી પીડિત હોય, દિવ્યાંગ હોય તેઓે નિ:શુલ્ક ભોજન અપાશે. આ માટે આધાર કાર્ડ, ફોટા, રહેણાક પુરાવા સાથે ા ડોકયુમેન્ટ આપી રજી.કરાવવું ફરજીયાત છે. વેરિફીકેશનની પ્રોસેસ બાદ જે વડીલોી નોંધણી થશે તેું બાયોમેટ્રીક એનરોલ કરવામાં આવશે દરરોજ બાયોમેટ્રીક એન્ટ્રી સાથે ભોજન અપાશે 40 વડીલો એકી સાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ભોજન સમય સવારના 11થી 2 અને સાંજે 7થી 9 રહેશે. હાલ સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નિ:શુલ્ક ટિફીટ સેવા અવિરત ચાલી રહી છે જેમાં 177 ટીફીન પુરા પાડવામાં આવી રહ્યા છે. નિ:શુલ્ક ભોજન સેવા માટેના રજીસ્ટ્રેશન માટે મો.નં. 70160 41329 ભોજન સ્થળ શ્રધ્ધા હોસ્પિટલ નીચે, ઈન્દીરા સર્કલ પાસે, રાજકોટ રજી. માટે શિવધામ સોસાયટીની સામે, વિમલનગર ચોક, યુનિ. રોડ, રાજકોટનો સંપર્ક સાધવો.

રિલેટેડ ન્યૂઝ