બીઆઈએસએ 18 નંગ મળી 66.81 ગ્રામ હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ રાજકોટ શાખા કાર્યાલયના અધિકારીઓની એક ટીમ – જેમાં સત્યેન્દ્ર કુમાર પાંડે (ડિરેકટર), નિરજ કુમાર મિશ્રા (ડેપ્યુટી ડિરેકટર), શુભમ (સહાયક ડિરેકટર) અને ઓમ નારાયણ કુમાર (સહાયક ડિરેક્ટર)- એ 12 મે, 2026 ના રોજ મેસર્સ તેજસ જ્વેલર્સ, માંડવી ચોક, વોરાવાડ કોર્નર, સોની બજાર, રાજકોટ, ગુજરાત ખાતે શોધ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ પેઢી સોના માટે ફરજિયાત હોલમાર્કિંગ ઓર્ડર (ચઈઘ)નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. આ કાર્યવાહી હોલમાર્કિંગ ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ગોલ્ડ આર્ટિફેકટ્સ ઓર્ડર, 2020 હેઠળ કરવામાં આવી હતી. શોધ અને જપ્તી દરમિયાન, હોલમાર્કિંગ વિના વેચાણ માટે પ્રદર્શિત કરાયેલા પરિસરમાંથી 66.81 ગ્રામ વજનના 18 નંગ સોનાના સામાન- વીંટી, કંસાર અને પેન્ડન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા જારી કરાયેલા ફરજિયાત હોલમાર્કિંગ ઓર્ડર મુજબ, કોઇપણ વ્યક્તિ હોલમાર્કિંગ અને માન્ય નોંધણી વિના સોનાના દાગીના અથવા કલાકૃતિઓની આયાત, વિતરણ, વેચાણ, સંગ્રહ અથવા પ્રદર્શન કરી શકશે નહીં. હોલમાર્ક વગરના અથવા નકલી હોલમાર્કવાળા સોનાના દાગીના ગ્રાહકોને નોંધપાત્ર નફા પર વેચવામાં આવે છે. તેથી વ્યક્તિઓએ ઉત્પાદન ખરીદતા પહેલા હોલમાર્કની અધિકૃતતા ચકાસવી જોઈએ. તેઓ ઇઈંજ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને આાહય આા જજ્ઞિંયિ પર ઉપલબ્ધ ઇઈંજ ઈફયિ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. બધી હોલમાર્કવાળી વસ્તુઓનો એક અનોખો ઇંઞઈંઉ હોય છે, જેનો ઉપયોગ વસ્તુની અધિકૃતતા નક્કી કરવા માટે થઈ શકે છે.
