ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કુંવરીયાની નિયુકતી કરાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં કાર્યરત જાગૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા પારિવારિક માહોલમાં યોજાઇ હતી અને તેમાં સતત નવમી વાર સર્વાનુમતે પ્રમુખ તરીકે વિપુલભાઈ દવે ચૂંટાયા હતા અને તાલીઓના ગડગડાટથી ઉપસ્થિત સહુએ વધાવી લીધેલ. સભાની કાર્યવાહીના શુભારંભે ગત વર્ષ દરમિયાન અવસાન પામેલ પરિવારજનોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સાધારણ સભાની કામગીરીમાં મંત્રી ભરતભાઇ કુંવરિયાએ વિવિધ ઠરાવ રજૂ કર્યા હતા અને તે સર્વાનુમતે મંજૂર થયા હતા. પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ પ્રતિભાવ આપતા વિપુલભાઈ દવેએ જણાવ્યું હતું કે, આપ સહુએ દર્શાવેલ પ્રેમ અને લાગણીથી મારી જવાબદારી વધતી જાય છે. આપણે સહુ સાથે મળીને સંસ્થા વિકાસમાં યોગદાન આપીશું. ફરીથી, સહુનો હ્રદયપૂર્વક આભાર.
આ સાધારણ સભામાં જાગૃત કર્મચારી મંડળમાંથી વિપુલભાઈ દવે (પ્રમુખ), તૃપ્તીબેન જોષી (ઉપપ્રમુખ), ભરતભાઇ કુંવરિયા (મંત્રી), જિગ્નેશભાઈ દવે (સહમંત્રી), રોપેશભાઈ દેવાણી (ખજાનચી), ઉમેદભાઈ જાની (પૂર્વ પ્રમુખ), આકાશભાઈ વાછાણી (પ્રમુખ-રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.), મનસુખભાઇ ગજેરા (મંત્રી) અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદની પારિવારિક બેઠકમાં બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક, વાઇસ ચેરમેન જીવણભાઈ પટેલ, ડિરેક્ટરગણમાંથી હસમુખભાઇ ચંદારાણા, વિક્રમસિંહ પરમાર, નવીનભાઈ પટેલ, સીએ. બ્રિજેશભાઈ મલકાણ, વિનોદ શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામના આપી હતી.
