હિરાસર એરપોર્ટ પર યુવકનું હૃદય બેસી ગયું: મોત

ટ્રેન હડફેટે આધેડે જીવ ગુમાવ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હિરાસર એરપોર્ટ પર હાર્ટ એટેકથી તામિલનાડુના 38 વર્ષીય યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, પ્રથમ બનાવમાં ડેવિડ ગગન રાજન (ઉંમર વર્ષ 38 રહે તિરુનેલવેલી તામિલનાડુ) ગઈકાલે સવારે આઠ વાગ્યા આસપાસ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બેભાન થઈ ગયા હતા. તેમને તત્કાલ 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર માટેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે તેમના વતન તમિલનાડુમાં અને રાજકોટ ખાતે જો કોઈ તેમના પરિચિત રહેતા હોય તો તેમનો સંપર્ક કરવા માટે તજવીજ કરી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ પાસે આશરે 50 વર્ષ અજાણ્યા આધેડનું ટ્રેન હડફેટે મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. અજાણ્યા આધેડે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ