રેલવે આઈઆરસીટીસીની ભારત ગૌરવ પ્રવાસ ટ્રેન રાજકોટથી રવાના

11 દિવસનો પ્રવાસ : ભવ્ય આયોજન

12 મે 2026 ના રોજ ભારતીય રેલ્વે અને આઈઆરસીટીસીના સંયુક્ત પ્રયાસોથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને દેખો અપના દેશ અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસન ટ્રેનને રાજકોટ સ્ટેશનથી સાંજે 5.10 વાગ્યે વરિષ્ઠ યાત્રી દ્વારા દક્ષિણ ભારત માટે લીલી ઝંડી દેખાડીને રવાના કરવામાં આવી હતી.
આ માહિતી આપતાં, ઈંછઈઝઈ પશ્ચિમ ક્ષેત્ર અમદાવાદના પ્રવક્તા જીતેન્દ્ર કુમાર જયંત તેમણે કહ્યું કે આ ખાસ યાત્રા ચલાવવાનો હેતુ ભારતના લોકો માટે તેમના માતાપિતા સાથે તે ધાર્મિક સ્થળોના દર્શન કરવાનું સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ટ્રેન 10 રાત અને 11 દિવસનો દક્ષિણ ભારત પ્રવાસ કરશે અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, રામેશ્વરમ જ્યોતિર્લિંગ, તિરુપતિ બાલાજી, મીનાક્ષી મંદિર અને ક્ધયાકુમારીની સાથે દક્ષિણ ભારત દર્શન યાત્રા પુરી કરશે.
આ પર્યટન યાત્રી ટ્રેનમાં ત્રણ ક્લાસ હશે પહેલી ઇકોનોમી (સ્લીપર ક્લાસ નોન-એસી), કમ્ફર્ટ ક્લાસ (3 એસી) અને કમ્ફર્ટ ક્લાસ (2 એસી) માં વિભાજિત કરવામાં આવ્યું છે
ઈંછઈઝઈનો ઉદ્દેશ્ય મુસાફરોને આરામદાયક યાત્રા ઉપલબ્ધ કરવાના ઉદ્દેશ્ય થી ટ્રેનમાં યાત્રીને મનોરંજન અને મુસાફરીની માહિતી પૂરી પાડવા માટે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ્સ ની સુવિધા છે, સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, ઈંછઈઝઈ મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ રહેશે આ યાત્રામાં ઈંછઈઝઈ દ્વારા કઝઈ સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ