રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

યુવતિના લગ્ન બાદ પૂર્વ પ્રેમીની પજવણી, મારી નાખવાની ધમકી
ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ 2022માં હું કોલેજમાં ભણતી ત્યારે ઇન્સ્ટાગ્રામ આઇડી મારફત રાજ ઝીઝુંવાડીયા સાથે પરિચય થયેલ અને બાદ મિત્રતા થઇ હતી. અમે ફોન મેસેજ અને રૂૂબરૂૂ મુલાકાતોથી વાત કરતાં હતાં. બાદ 2024માં મારી સગાઇ નક્કી થતા રાજ સાથેની મિત્રતા તોડી નાંખી હતી. પણ રાજને સગાઇની જાણ થતાં તેણે મારી સગાઇ તોડાવી નાંખી હતી અને સતત પોતાની સાથે સંપર્ક રાખવા દબાણ કરી ધાકધમકી આપતો હતો. આ પછી તાજેતરમાં મારા લગ્ન થઇ ગયા હોઇ હું સાસરેથી રાજકોટ પીયરે રોકાવા આવતાં તેની જાણ રાજને થતાં રાજ અવાર-નવાર મારી શેરીમાંથી નીકળતો હતો અને મારી સામે ખુન્નસપુર્વક જોતો હતો. તેમજ તે પોતાની સાથે સંપર્ક રાખવા, વાત કરવાન સતત દબાપણ કરતો હતો. હું શેરીમાં એક દિવસ ઉભી હતી ત્યારે રાજ મારી પાસે આવેલ અને છરી બતાવી મને કહેલ કે જો તુ મારી સાથે સબંધ નહી રાખે તો તને, તારા ભાઈને તથા તારા પિતા અને પતિ ને પતાવી દઇશ જેથી હું ખુબ ડરી ગયેલ હતી. ત્યારબાદ આ રાજ હુ ઘરની બહાર જ્યાં જાવ ત્યા ત્યા આ રાજ મારી પાછળ પાછળ આવતો અને મને ફોનમાં વાત કરવા માટે તેમજ સંપર્ક રાખવા માટે સતત દબાણ કરતો અને ધાક ધમકી આપતો હતો. ત્યારબાદ માર્ચ મહીનામા રાજ મોરબી મારા સાસરે આવેલ હતો અને ત્યાં આવી મને કહેલ કે મારી પાસે તારા ફોટા છે તે હું તારા સાસરી પક્ષમા વાઇરલ કરી દઉં છું. તેમ કહી મને ડરાવી ધમકાવી હતી. ત્યારબાદ ફરીથી ગત તા. પાંચમીના રોજ મને મોબાઇલથી ફોન કરી કહેલું કે-જો મારી સાથે સંબંધ નહી રાખે તો મને બદનામ કરી તારા પરીવારને જાનથી મારી નાંખીશ. આમ રાજ સતત હેરાન પરેશાન કરી ધમકાવતો હોઇ અંતે મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું અને પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં તેણીએ જણાવતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં હેડકોન્સ. ટી. એન. જોષીએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ વી. એલ. રાઠોડે હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી.
માસ્ટર આઈડી બનાવી ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
શહેરના કેનાલ રોડ પર સ્થિત કનૈયા હોટલ વાળી શેરીમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.વી.ચુડાસમા અને તેમની ટીમને શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો. તપાસમાં આ શખ્સ ધવલભાઇ અતુલભાઇ રાજાણી હોવાનું અને તે પોતાના મોબાઇલ ફોન દ્વારા આઇ.પી.એલ. ક્રિકેટ મેચ અને કેસીનો ગેમ્સ પર ઓનલાઇન હાર-જીતનો જુગાર રમી રહ્યો હતો. તપાસ કરતા તેના સેમસંગ ફોલ્ડ મોબાઈલમાં અકકઙઅગઊક777.ગઘઠ અને ઇકઈંગઉ247.ઈઘખ નામની એપ્લિકેશન્સ મળી આવી હતી. આ એપ્લિકેશન્સમાં લાખોના પોઈન્ટ્સ સાથેની માસ્ટર આઈડી અને અનેક યુઝર આઈડી સક્રિય જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ સટ્ટાબાજીનું મુખ્ય નેટવર્ક અમદાવાદ અને રાજકોટ વચ્ચે ફેલાયેલું હતું. મુખ્ય આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ માસ્ટર આઈડી અમદાવાદના આનંદભાઈ ચંધુભાઈ અમરેલીયા પાસેથી મેળવી હતી. ત્યારબાદ તેણે રાજકોટના અન્ય ત્રણ શખ્સો – રવિ, અર્જુન રાજેશભાઇ પોપટ અને ભાવેશભાઇ પોપટને સબ-આઈડી આપીને જુગાર રમાડવામાં મદદગારી કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે સેમસંગનો મોબાઈલ સહીત રૂૂ.25,000નો મુદામાલ કબજે કર્યો હતો. હાલમાં મુખ્ય આરોપી ધવલ રાજાણીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને રાજકોટના અન્ય ચાર આરોપીઓને પકડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની સુચનાથી પીએસઆઈ એસ.વી. ચુડાસમા અને તેમની ટીમના એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, કરણભાઇ કોઠીવાળ, કિશનભાઇ પાંભર , અરવિંદકુમાર ફતેપરા , સંજયભાઇ અલગોતર , મહાવીરસિંહ જાડેજા , પોપટભાઇ ગમારા એ કામગીરી કરી હતી.
રાજકોટમાં દિયરે ભાભીને મારી નાખવાની ધમકી આપી
મેઘમાયાનગર શેરી નંબર 1 માં રહેતા નર્મદાબેન સતીષભાઈ વાળાએ તેમના જ દિયર મનીષભાઈ બાબુભાઈ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આશરે ત્રણેક દિવસ પહેલા તેમના દિયર સાથે કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને ગત મંગળવાર, 12 મે 2026 ના રોજ બપોરે આશરે 3:00 વાગ્યાના સુમારે આરોપી મનીષભાઈ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ગાળાગાળી કરવાનું શરૂૂ કર્યું હતું. ઘટનાની વિગતો મુજબ, જ્યારે ફરિયાદી નર્મદાબેને આરોપીને ગાળો આપવાની ના પાડી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપી ઉશ્ર્કેરાઈ ગયો હતો. આરોપી મનીષભાઈએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી નર્મદાબેનને બતાવી હતી અને ’તને જાનથી મારી નાખવી છે’ તેવી ધમકી ઉચ્ચારી હતી. આ સમયે ફરિયાદીના સાસુ મધુબેન અને નણંદ નૈયનાબેન ત્યાં હાજર હતા. તેઓ વચ્ચે પડતા અને આરોપીને પકડવા જતાં મનીષભાઈ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. આ મામલે નર્મદાબેને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મનીષભાઈ બાબુભાઈ વાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 352, 351(3) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
રાજકોટમાં યુવતિનો આપઘાતનો પ્રયાસ
એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતી ઉન્નતી કલ્પેશભાઇ રાઠોડ (ઉ.વ.18) નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઉન્નતીના પિતાનું ત્રણ મહીના પુર્વે જ અવસાન થયું હતું. તેણી બ્યુટી પાર્લરનું કામ કરતી હોય જેથી દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા લાગી આવતા આ પગલું ભરી લીધાનુન જાણવા મળ્યું છે.
પુત્ર ફોન ન ઉપાડતા માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
ગોકુલધામ પાસે સ્વામીનારાયણનગરમાં રહેતી દર્શનાબેન પરાગભાઇ મહેતા (ઉ.વ.43) નામની મહીલાએ આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ નિવેદન નોંધા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દર્શનાબેનને સંતાનમાં એક પુત્ર છે. જે દુબઇ જતો રહ્યા બાદ ફોન ઉપાડતો ન હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ