ગોંડલના ભગવતપરામાં યુવાનનો શંકાસ્પદ ગળાફાંસો ખાઈ આપઘાત

પગ જમીનને અડતા હોવાથી ફોરેન્સિક માટે મૃતદેહને ખસેડાયો

ગોંડલમાં ભગવતપરા માં રહેતા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગળાફાંસો લગાવીને જિંદગી ટૂંકાવી હતી. જોકે પગ જમીનને અડતા હોવાથી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.મળતી માહિતી મુજબ ભગવતપરા વડવાળી જગ્યાની પાછળ રહેતા ગૌરવ નથુરામભાઇ દુધરેજીયા ઉ.વ.40, એ પોતાના ઘરે મોડી રાત્રે ઘરના દરવાજાના બારસાખમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી જોકે ગૌરવભાઈના પગ જમીનને અડેલા જણાતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક નાં પરિવારજનોએ જણાવ્યા મુજબ ગૌરવભાઈ રાત્રે ખાટલો ઢાળીને ઘરની બહાર સૂતા હતા પરંતુ તેમના નાના ભાઈ રાત્રે જાગી જતા જોયું તો ગૌરવભાઈએ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ગૌરવભઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ગોંડલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. કયા કારણોસર પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ