શનિ જયંતિ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
આ વર્ષે શનિ જયંતિ આગામી 16 મે શનિવારના રોજ આવતી હોવાથી અગત્યની વાત એ છે કે જ્યોષિત ની દ્રષ્ટિ અનુસાર તેને બહુ ખાસ સંયોગ માનવામાં આવે છે. શનિવાર અને અમાવસ્યાનો આ દુર્લભ સંયોગ 15 વર્ષ પછી બની રહ્યો છે, જે મેષ, કુંભ, મીન, સિંહ અને ધન રાશિવાળા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિ જયંતિના દિવસે સૂર્યાસ્ત પછી પૂજા કરવી સૌથી ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, શનિ જયંતિના દિવસે અન્ય યોગ પણ બની રહ્યા છે. જેમાં ચંદ્રનું ગોચર, અમાવસ્યા તિથિ, શોભન યોગ અને ભરણી નક્ષત્રના સંયોગનો સમાવેશ થાય છે.ત્યારે સૌરાષ્ટ્રભર માં શનિદેવ જયંતિની ઉજવણી શ્રધ્ધાભેર ઠેરઠેર થઇ રહીછે.ગોંડલ નાં મોવિયા શનિરાજ સેવા ટ્રસ્ટ અને શનિધામ સેવા સમીતી ઉપક્રમે મોવિયા શ્રીનાથગઢ રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ના સુપ્રસિદ્ધ અને સોંથી મોટા શનિમંદિર “શ્રી શનિધામ” માં શનિજયંતિ મહોત્સવ ની ભાવપૂર્વક ઉજવણી કરવા માં આવશે. જેમાં સાંજે મહા અભિષેક, અન્નકોટ, શનિયાગ તેમજ મહાપ્રસાદ નુ આયોજન કરવા માં આવ્યું છે. “શ્રી શનિધામ ” રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકા શ્રીનાથગઢ મોવિયા રોડ પર આવેલું છે. ગોંડલ થી 12 સળ અને રાજકોટ થી 47 સળ ના અંતરે આવેલું આ શનિમંદિર સૌરાષ્ટ્ર નું સોંથી મોટુ શનિમંદિર છે. જ્યાં મુખ્ય પીઠ પર ભગવાન શ્રી શનિ મહારાજ ની વિશાળ મૂર્તિ બિરાજમાન છે. સાથે શ્રી હનુમાનજી અને કપિલેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. શાસ્ત્રી જયસુખભાઈ પંડ્યા ની પ્રેરણા થી આ દિવ્ય “શ્રી શનિધામ” તેમજ ગૌશાળા નું નિર્માણ કરવા મા આવ્યું છે. તો આ મહોત્સવ નો લાભ લેવા વ્યવસ્થાપક રોહિતભાઈ પંડ્યા તરફ થી અનુરોધ કરવા મા આવ્યો છે.ગોંડલ માં આસ્થા નું કેન્દ્ર ગણાતાં તરકોષી હનુમાનજી મંદિર નાં સાનિધ્યમાં બિરાજમાન શનિદેવ મંદિર ખાતે શનિદેવ જયંતી પ્રસંગે તા.15 શુક્રવાર નાં રાત્રે 8:30 કલાકે ગોંડલ માં સૌપ્રથમવાર શનિદેવ જીવન ચરિત્ર કથાનુ આયોજન કરાયું છે.તા.16 શનિવાર નાં શનિદેવ જયંતિ પ્રસંગે સાંજે 7 કલાકે મહાઆરતી તથા 7:30 કલાકે બટુકભોજન તથા મહાપ્રસાદ નું આયોજન કરાયું હોય ધર્મલાભ લેવા મહંત પુ.રાજુબાપુ ની યાદીમાં જણાવાયું છે.
