રાજકોટમાં 12 મંદિરો પર બુલડોઝર ફેરવી દેવાતા ભકતોમાં રોષ ભભુકયો

ત્રણ વોર્ડમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: ચુંટાયેલ બોર્ડ ચાર્જ સંભાળે તે પૂર્વે જ તંત્રનું ડિમોલીશન

રાજકોટ કોર્પોરેશનમાં ચુંટાયેલી નવી બોડી ચાર્જ સંભાળે તે પૂર્વે જ તંત્ર દ્વારા દબાણ ઉપર લાલ આંખ કરાઇ છે. મધરાતે ત્રણ વોર્ડમાં આવેલા 12 મંદિર પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવાતા ભક્તો અને હિન્દુ સમાજમાં તંત્ર સામે રોષ ભભુકયો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રીના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, ઙૠટઈક, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે એમ કૈલા, 5 ઙજઈં અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.
માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું હોય જેને તોડી પાડવા માટે છખઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી.
ડિમોલીશન રોકવા ભાજપના નેતાઓ આવ્યા જ નહીં!
ચૂંટણી સમયે ભાજપના નેતાઓ હાથ જોડીને મતની ભીખ માંગતા ચૂંટણી પૂર્ણ થઇ છતાં હવે કોઈ જવાબ આપતું નથી. ભાજપના તમામ નેતાને ફોનથી જાણ કરી આ ડિમોલિશન રોકાવવા માટે અપીલ કરી હતી જો કે એક પણ નેતાએ રાજકોટમાં ડિમોલિશન રોકાવવાની હિંમત કરી ન હતી.

કયા વિસ્તારમાં મંદિર પર ચાલ્યુ બુલડોઝર
વોર્ડ 9 હનુમાનજીની ડેરી 12.00 મી. ટી.પી. રોડ
વોર્ડ 9 હનુમાનજીની ડેરી અમૃતા હોસ્પિટલ વાળી શેરી,
યોગીનગર મેઈન રોડ, રૈયિા ચોકડી પાસે, રાજકોટ
વોર્ડ 11 મામા સાહેબ- મેલડીમાં મંદિર માયાણી આવાસ યોજનાની બાજુમાં,
વોર્ડ 11 અંજની નંદન – પવનપુત્ર હનુમાનજી મંદિર માયાણી આવાસ યોજના, ગેલેક્સી એલીમ્બ્સ હોસ્ટેલની સામે, રાજકોટ
વોર્ડ 11 ઉગતાપોરની મેલડીમાં મંદિર વિશ્ર્વનગર-3, માયાણી આવાસ યોજનાની બાજુમાં, રાજકોટ
વોર્ડ 11 શ્રી હનુમાનજી મંદિર શ્રીનાથજી કૃપા, વિશ્ર્વકર્મા ફ્લેટની સામે, ઉદય નાગર-1, શેરી નં.13, મવડી રાજકોટ
વોર્ડ 11 શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર, ઉદય નગર-1, શેરી નં.17, મવડી, રાજકોટ
વિવિધ વિસ્તારમાં તોડવામાં આવેલા મંદિર વોર્ડ 11 શ્રી કેશરીયા હનુમાનજી મંદિર, ભક્તિનંદન એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સામે, ઉદયનગર-16, મવડી મેઈન રોડ, રાજકોટ
વોર્ડ 11 શ્રી જય બાલાજી મંદિર, માનસ ફૂટવેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, રાજકોટ
વોર્ડ 8 શ્રી હનુમાનજી મંદિર, માયાણી ચોક, બેકબોન શોપિંગ સેન્ટર, રાજકોટ
વોર્ડ 8 શ્રી હનુમાનજી મંદિર, માયાણી ચોકની બાજુમાં, રાજકોટ
વોર્ડ 8 માતાજી મંદિર, આર.એમ.સી., વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, સોસાયટી, નાનામવા, રાજકોટ
વોર્ડ 8 શ્રી હનુમાન મંદિર, વોકહાર્ટ હોસ્પિટલની સામે, કાલાવડ રોડ, કે.કે.વી. હોલની પાસે, રાજકોટ.

રિલેટેડ ન્યૂઝ