રતનપર ગામે મકાન અને ફોરવીલમાંથી 2052 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

બુટલેગર અશોક સિંહ જાડેજાની દારૂ -બલેના કાર મળી કુલ 6.54 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી ડીસીબી

રાજકોટ શહેરમાં દારૂના દૂષણને નિસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર દ્વારા મહત્વની બ્રાન્ચો તેમજ જુદાજુદા ઝોનની પોલીસને કાર્યવાહી કરવાના કરેલા દેશના પગલે ક્રાઈમ બ્રાન્ચના યુવા ડીસીપીની સુચનાથી ડીસીબી ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે રતનપર ગામની સીમમાં આવેલ મકાનમાં અને બલેનો કારમાંથી 2.54 લાખના 2052 બોટલ વિદેશી દારૂ સાથે રતનપર ના બુટલેગરને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્નર બજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, યુવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી.બસીયા દ્વારા દારૂના ધંધાર્થી બુટલેગરોને ઝડપી પાડવા કરેલ આદેશના પગલે ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ ડી.પી.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
તે દરમિયાન હેડ કોસ્ટેબલ જયરાજસિંહ કોટીલા ધારાભાઈ વાનરીયા, રાજેશભાઈ જળુને મળેલ ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રતનપુર ગામ થી મુરલીધર નામના કારખાના તરફ જતા સીમમાં આવેલ એક મકાનમાં દરોડો પાડી મકાન તેમજ કારમાંથી 2.14 લાખની કિંમત નો 2052 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
આ દારૂના જથ્થા સાથે રતનપર રામધામ સોસાયટીમાં રહેતા અશોકસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉંમર વર્ષ 22 નામના બુટલેગર ને ઝડપી પૂછપરછ હાથ ધરતા અન્ય એક બુટલેગર રતનપર ગામના જ સતુભા ભોમજી જાડેજા નું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી હતી તેમજ દારૂ અને કાર સહિત કુલ 6.54 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગેની કામગીરીમાં ક્રાઈમ બ્રાંચ આપી એમ આર ગોંડલીયા એમ એલ ડામોર પી.આઈ સીએચ જાદવ, પીએસઆઇ ડીપી ઝાલા, એએસઆઈ અમિત અગ્રાવત, દિગપાલસિહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, સંજય રૂપાપરા, રાજેશ જળુ,પ્રદિપસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ