ગોંડલ નજીક નશાકારક ગોળીનો જથ્થો અને 93 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા નશાના કારોબાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ‘જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ‘ મુહિમ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એલસીબી અને એસઓજી ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.7.56 લાખની કિંમતના નશાકારક ટેબ્લેટ્સના જથ્થા તથા 93 બોટલ વિદેશી દારૂૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પોતે દારૂૂની ખેપ મારતો હોવાથી વાહન ચલાવતી વખતે ઉંઘ ન આવે તે માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ નશાકારક ટેબ્લેટ્સનું સેવન કરતો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, એલસીબી અને એસઓજી ની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂૂડી ટોલનાકા પાસે આવેલ નિલકંઠ કોમ્પલેક્ષ સામે જાહેર રોડ પર એક ટોયોટા ફોર્ચ્યુનર કારમાં બે ઇસમો નશાકારક પદાર્થો સાથે ઉભા છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડી તપાસ કરતા કારમાંથી પ્રતિબંધિત નશાકારક ટેબ્લેટ્સ અને ઇંગ્લિશ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પોતે દારૂૂની ખેપ મારતો હોવાથી વાહન ચલાવતી વખતે ઉંઘ ન આવે તે માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ નશાકારક ટેબ્લેટ્સનું સેવન કરતો હતો. પોલીસે આ કામગીરી દરમિયાન કુલ રૂૂ. 23,66,909 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે: જેમાં નશાકારક ટેબ્લેટ્સ રૂા. 7,55,000 અને રૂા. 92,388 ની કિંમતની 93 બોટલ વિદેશી દારૂૂ તેમજ ફોર્ચ્યુનર કાર અને 3 નંગ મોબાઈલ ફોન કબજે કરી વલસાડ રહેતા મૂળ ગાંધીનગરના અને રાજકોટના રતનપરના વૈભવ નારણભાઇ બાબરીયાની ધરપકડ કરી હતી. કિરણ ચીમનભાઇ પટેલ અગાઉ વલસાડ રૂૂરલ, નવસારી અને ડોલવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઈ જે.પી.રાવ, યુ.આર.ડામોર, પીએસઆઈ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, ઘનશ્ર્યામસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, મયુરભાઇ વિરડા, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળિયા, ક્રિપાલસિંહ જાડેજા, નૈમિષભાઇ મહેતા, પિયુષભાઇ અઘેરા, વિજયગિરી ગોસ્વામી, રણજીતભાઇ બોરડ, નરસિંહભાઇ બાવળીયા,નવદિપ બાબરીયાએ કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ