રાજકોટમાં તસ્કર બેલડી ઝડપાતા પાંચ જેટલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા

આરોપી સુનિલ ઉર્ફે આર્યન શિયાળ અને કિરણ એન્દરીયા પાસેથી 20.04 લાખનો મુદ્દામાલ કબજે કરતી ક્રાઈમબ્રાન્ચ

રાજકોટ શહેર પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર, તેમજ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દ્વારા વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ સહિતના અનડિટેક ગુનાઓનું ડિટેકશન કરવા કરેલા આદેશના પગલે રાજકોટ ડીસીબી ની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે તસ્કર બેલડીને ઝડપી લેતા રાજકોટના અલગ અલગ વિસ્તારની પાંચ જેટલી ચોરીના ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા,એડી.સીપી ચૈતન્ય, માંડલીક, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી ક્રાઇમ બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમા પીઆઇ સી એચ જાદવના નેજા હેઠળ પી.એસ.આઇ વી ડી ડોડીયા પીએસઆઇ ડીપી ઝાલા, અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ રાહુલ ગોહેલ રાજેશભાઈ જળુ પ્રદિપસિંહ જાડેજા દિપક ચૌહાણ સમીર શેખ સહિતની ટીમે જામનગર રોડ ભુતનાથ મહાદેવ મંદિર સામે શંકાસ્પદ હિલચાલ કરતી બેલડી ને ઝડપી લેતા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાંચ જેટલી ઘર ફોડ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
જેના પગલે આરોપી સુનિલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ ઉમર 22 રહે શ્રીનાથજી સોસાયટી શેરી નંબર મહુડી રોડ અને કિરણ કિશોરભાઈ એન્દરીયા ઉમર 30 રહેલ લોહાનગર જીમી ટાવર પાછળ ગોંડલ રોડ વાળા ની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ ચોરીના સોના ચાંદીના દાગીના રોકડ, મોબાઈલ તેમજ બાઈક મળી કુલ 20.4 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી રિમાન્ડ મેળવવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ સી એચ જાદવ, પીએસઆઇ વીડી ડોડીયા બીપી ઝાલા, એએસઆઇ અમિત અગ્રાવત, દિગપાલસિંહ, સમીરભાઈ,દીપકભાઈ, રાજેશભાઈ, પ્રદીપસિંહ, જયરાજસિંહ, ધારાભાઈ, સંજયભાઈ, રાહુલભાઈ, સુભાષભાઈ, દીપકભાઈ, કૃષ્ણદેવસિંહ, હરસુખભાઈ, કિશન ભાઇ, જીલુભાઈ, મનીષભાઈ, અશ્વિનભાઈ, ધર્મરાજસિંહ, મહાવીરસિંહ, સહિતની ટીમ જોડાઈ હતી.
તસ્કર બેલડીએ આ પાંચ ઘરફોડ ચોરીની આપી કબુલાત
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જામનગર રોડ પરથી તસ્કર બેલડીને ઝડપી લેતા આરોપી સુનીલ રૂપે આર્યન અને કિરણ એન્દરીયાની પૂછપરછમાં તેણે ગાંધીગ્રામના મોચી નગર પૂજા પાર્કમાં તેમજ પૂજાપાર્ક બે માં આવેલ એક મકાન બજરંગવાડી બે માં રહેણાંક મકાનમાં તેમજ રેલનગર સાઈબાબા સોસાયટીમાં બે મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.

રિલેટેડ ન્યૂઝ