સનરાઈઝ પેઢીએ રાજકોટમાં કેટલા ક્ધસાઈનમેન્ટ મોકલ્યા ? તપાસ શરૂ
રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એટીએસ, રાજકોટ ક્રાઈમ બ્રાંચ ટીમે રૂા. પાંચ કરોડની 180 કિલો ચાંદી ઝડપી સેન્ટ્રલ જીએસટી વિભાગને સોંપી હતી હવે આ સમગ્ર પ્રકરણની તપાસ એસ જીએસટી વિભાગને સોંપાઈ છે. સનરાઈઝ પેઢીએ રાજકોટમાં કેટલાક ક્ધસાઈનમેન્ટ મોકલ્યા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
રાજ્યમાં ચાંદીની દાણચોરીનો પર્દાફાશ થયો છે જેમાંથી 181 કિલો ચાંદી બિન હિસાબી હોવાનું પણ માલુમ પડ્યું છે હાલ આશ્ર્ચર્યની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટી પેઢીનું નામ ખુલ્યું નથી અને સમગ્ર તપાસ હાલ સ્ટેટ જીએસટી ન સોંપી દેવામાં આવી છે. એટલું જ નહીં સેન્ટ્રલ જીએસટી અને એટીએસ દ્વારા જે એરપોર્ટથી ચાંદી પકડવામાં આવી હતી તેનો કબજો પણ સ્ટેટ જીએસટીને સોંપી દેવામાં આવ્યો હોવાનું હાલ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. જીએસટી દ્વારા હવે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી દીધી છે અને પ્રાથમિક કારણ એ સામે આવ્યું છે કે હાલ જે પાર્ટીનું નામ ચર્ચાઈ રહ્યું છે તેની સાથે અવારનવાર ચાંદીના વેપાર કરવામાં આવેલા છે અને જુના વ્યવહારો અંગે પણ હાલ તપાસ ધમધમે છે. સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી ટેક્સ ચોરીનું કાવતરું ચાલતું હતું. તો બીજી તરફ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો ની બાદમીના આધારે સેન્ટ્રલ જીએસટીને જે સફળતા મળી છે તેમાંથી 181 કિલો ચાંદી હિસાબી હોવાનું માલુમ પડતા હાલ સ્ટેટ જીએસટી ન સમગ્ર કેસ સોંપી દેવામાં આવ્યો છે હવે આવા પહેલા વિભાગ પણ સ્ટેટ જીએસટી સાથે મળીને તપાસ હાથ ધરશે. સત્તાવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિશાળ જથ્થામાંથી 181 કિલો ચાંદી સંપૂર્ણપણે બિનહિસાબી છે. આ ઘટસ્ફોટ બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ હરકતમાં આવી છે અને ટેક્સ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સુવિધા દ્વારા મંગાવવામાં આવેલા 400 કિલો ચાંદીના જથ્થાની જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેમાંથી માત્ર 219 કિલો ચાંદીના જ માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ હતા. બાકીની 181 કિલો ચાંદીનો કોઈ હિસાબ કે બિલ ન મળતા વિભાગ દ્વારા તેને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે એ દિશામાં પણ કામ કરી રહી છે કે આ પહેલા આ રીતે કેટલા ક્ધસાઈનમેન્ટ રાજકોટ આવ્યા હતા અને તેમાં કેટલું બિનહિસાબી ચાંદી લાવવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રાજકોટની કઈ પેઢી આ જથ્થો મંગાવી રહી હતી અને આટલી મોટી માત્રામાં બિનહિસાબી કિંમતી ધાતુ લાવવાનો હેતુ શું હતો?
