રાજકોટમાં કોલેજીયન છાત્રને ગોંધી રાખી રોકડ અને ટેબલેટ પચાવી પાડનાર અડધો ડઝન શખ્સો ઝબ્બે

ઉઠી ગયેલી કંપનીમાં ગુમાવેલા દોઢ લાખની ઉઘરાણીમાં ગુનાને અંજામ આપ્યો ’તો

ભાવનગરનાં તળાજા તાલુકાના દેવલી ગામે રહેતાં અને મારવાડી યુનિવર્સિટીમાં બીસીએ સુધી અભ્યાસ કરનાર પાર્થિવ ઝીંઝુવાડિયા (ઉ.વ.23)ને રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલા મકાનમાં લઈ જઈ છરી બતાવી ધાકધમકી આપી રૂૂા. 1.25 લાખનો મુદ્દામાલ પડાવી લેવાયો હતો. જે અંગે ભક્તિનગર પોલીસે અરમાન ખોખર, આફતાબ ઉર્ફે કેકડો, વિશ્ર્વજીત, અકીબ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી છ શખ્સોની ધરપકડ કરી હતી. ફરિયાદમાં પાર્થિવે જણાવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષથી રાજકોટ રહી અભ્યાસ કરતો હતો. દોઢેક વર્ષ પહેલાં અભ્યાસની સાથે શિતલ પાર્ક પાસે આવેલા આરકે આઈકોનીક બિલ્ડિંગમાં આઈએમએસ નામની કંપનીમાં નોકરી કરતો હતો. જે રોકાણકારોને સારુ વળતર આપવાની જાહેરાત કરતી હતી. તેની સાથે કામ કરતી કોઈ યુવતીનો ભાઈ અરમાન પણ નોકરીએ લાગ્યો હતો. જે ઓફિસ ભાડે રાખી હતી તેનો ભાડા કરાર તેના નામનો હતો. કંપનીનો માલિક રાજીવ ચોબે રોકાણકારોના પૈસા લઈ ઓફિસ બંધ કરી જતો રહેતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેની પણ ધરપકડ થઈ હતી. કંપનીમાં કામ કરતાં અરમાને પણ રોકાણ કર્યું હતું. ગઈ તા. 9ના રોજ તેની પરીક્ષા હોવાથી તા. 8મીએ રાજકોટ આવવા નીકળ્યો હતો. આજી ડેમ ચોકડીએ અરમાન સ્વીફ્ટ કાર લઈને તેને લેવા આવ્યો હતો. તેને બેડી ચોકડીએ મુકી જવાને બદલે જંગલેશ્ર્વરમાં ત્રણચાર માળીયા ક્વાર્ટરમાં લઈ ગયો હતો. જ્યાં તેના બીજા મિત્રો પણ હાજર હતા. તે વખતે અરમાને તેણે કંપનીમાં રોકેલા રૂૂા. 1.50 લાખની ઉઘરાણી કરી હતી. તે વખતે રકમ કંપનીનો માલિક લઈ ભાગી ગયાનું કહેતાં બધાએ ભેગા મળી તેને મારકુટ કરી હતી. એટલું જ નહીં છરી બતાવી પૈસા નહીં આપતો મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેને કારણે ડરી જતાં તેના પિતા પાસેથી રૂૂા. 90 હજાર ઓનલાઈન મંગાવ્યા હતા. જે આપી દીધા બાદ તેની પાસેથી રૂૂા. 5 હજાર અને ટેબ્લેટ પડાવી લીધું હતું.સાથોસાથ બીજા પૈસા નહીં મળે તો જીવતાં નહીં જવા દેવાની ધમકી પણ આપી હતી. આખરે તેના પિતા અને સગા સંબંધીઓ તેની શોધખોળ કરતાં-કરતાં પહોંચી ગયા હતા.આ ઘટનામાં અરમાન હનીફભાઇ ખોખર(ઉ.વ.19 રહે. ચુનારાવાડ શેરી નં.11), મોહીન મજીભાઇ સોલંકી(ઉ.વ. 19 રહે. જંગલેશ્ર્વર શેરી નં.5), અકીબ અસલમભાઇ સોલંકી( ઉ.વ. 19 રહે. જંગલેશ્ર્વર શેરી નં.5),સોહિલ વાહીદભાઇ ચૌહાણ(ઉ.વ. 19) અને વિશાલ ગોપાલભાઇ સોલંકી (ઉ.વ. 21 રહે. રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.4)ની ધરપકડ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ