રાજકોટમાં ટ્રેનની ઠોકરે ચડી જતા બાળકીનું મોત

શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ

રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા 25 વારીયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ધો.7માં અભ્યાસ કરતી 13 વર્ષની છાત્રા અટીકા ફાટક પાસે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજ્યું હતું. ઘરેથી ભાગ લેવા નીકળેલી તરુણીનો મૃતદેહ હાથ લાગતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલ 25 વારીયા વિસ્તારમાં શીતળાધાર પાસે રહેતા પરિવારની દિવ્યાબેન જાઉમ રામરેખા ચૌહાણ નામની 13 વર્ષની તરુણી પી.ડી. માલવીયા કોલેજ પાસે આવેલા અટીકા ફાટક પાસે હતી ત્યારે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દિવ્યાબેન ચૌહાણનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા 13 વર્ષથી રાજકોટમાં રહે છે દિવ્યાબેન ચૌહાણના પિતા કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને દિવ્યાબેન ચૌહાણ બે ભાઈ એક બહેનમાં વચેટ હતી તે દરમિયાન અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ