પોલીસને બાતમી આપ્યાની શંકાએ હિસ્ટ્રીશીટરે વાટકામાં ઝેરી સ્પ્રે મારી તેમા દારૂ પીવડાવી બંને મિત્રોને મોતને ઘાટ ઉતાર્યા : ડબલ હત્યામાં વપરાયલો સ્પ્રે આરોપીએ પોતાના મોઢા પર છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો
સામાકાંઠે સંતકબીર રોડ નજીક ભગીરથ સોસાયટીમાં દેશી દારૂ પીધા બાદ મનસુખભાઈ રણછોડભાઈ ડાભી (ઉ.વ. 50) અને તેના મિત્ર અલ્પેશ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ. 43)ના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના બાદ મૃતકના પુત્રએ ભગીરથ સોસાયટીમાં જ રહેતા શખ્સે દારૂમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ભેળવી પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનો આક્ષેપ કરતા બીડિ વિઝન પોલીસે જીણા વિઠ્ઠલ ગોહેલને ઉઠાવી લઈ પૂછતાછ કરતા તેણે દારૂમાં ઝેરી દવા ભેળવીને
પીવડાવ્યાની કબુલાત આપી હતી.આ ઘટનામાં મૃતક મનસુખભાઈના પુત્ર વિનય ડાભી(ઉ.30)ની ફરિયાદ પરથી
હત્યા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ કે આરોપી જીણા
ભગત વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતો હોય અને પોતે હિસ્ટ્રીસીટર હોવાનું જાણવા મળ્યુ છે તેમજ સ્થાનીક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આરોપી જીણા ભગત દેશી દારુનો ધંધો પણ કરતો હતો. વિનયે ફરિયાદમાં આક્ષેપ કર્યો
હતો કે,આજથી આશરે પાંચ મહિના પહેલાં જ્યારે પોલીસ આરોપી જીણા ભગતનું ઘર શોધતી આવી ત્યારે મૃતક
મનસુખભાઈએ પોલીસને તેનું ઘર બતાવી દીધું હતું. આ બાબતનું મનદુખ રાખીને આરોપી અવારનવાર મનસુખભાઈ સાથે ઝઘડો કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. એટલું જ નહીં, આરોપી જીણો ભગત મનસુખભાઈનું મકાન પણ પડાવી લેવા માંગતો હતો. જ્યારે બીજી તરફ આ ઘટનામાં ભગીરથ સોસાયટીમાં રહેતા 58
વર્ષીય જીણાભાઈ વિઠ્ઠલભાઈ ગોહેલ નામના આરોપીની ડબલ મર્ડરના કેસમાં અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.ગત 17 મે 2026ના રોજ બે વ્યક્તિઓમનસુખભાઈ ડાભી અને અલ્પેશભાઈ સાબરીયાએ આ આરોપી પાસેથી દેશી દારૂ લઈને પીધો હતો. દારૂ પીધા બાદ બંનેની તબિયત લથડી હતી અને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપી જીણાભાઈએ કબૂલાત કરી હતી કે તેણે જ દારૂમાં વંદા અને મચ્છર મારવાનો ઝેરી સ્પ્રે ભેળવીને આ બંને વ્યક્તિઓની હત્યા નીપજાવી હતી. આ ગંભીર ગુનાની કાયદાકીય કાર્યવાહી અને ધરપકડથી બચવા માટે ચાલાક આરોપીએ ટેબલ નીચે પડેલા વંદા મારવાના સ્પ્રે પર આરોપી જીણાભાઈની નજર પડી હતી. વધુ કાયદાકીય પૂછપરછ અને ધરપકડથી બચવાના ઇરાદાથી, આરોપીએ પોલીસ સ્ટાફની નજર ચૂકવીને અચાનક ટેબલ નીચેથી એ સ્પ્રે ઉઠાવી લીધો હતો. તેણે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને ધક્કો માર્યો અને ઝડપથી એ ઝેરી સ્પ્રે પોતાના મોઢામાં છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓન-ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલ જગદિશભાઈ વાંક અને અન્ય સ્ટાફે તાત્કાલિક પ્રતિક્રિયા આપીને આરોપીના હાથમાંથી સ્પ્રે ઝૂંટવી લીધો હતો. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક નજીકની કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
